તાજેતરમાં બીઅેસઅેફના અાઇજીની મુલકાત વખતે જ હરામીનાળામાં ઘુસીઅાવેલા ત્રણ પાકિસ્તાની માછીમારોને ભારતીય દળોઅે પકડી પાડ્યા હતાં. અા ત્રણ માછીમારોને હાલ જેઅાઇસીમાં ખસેડાયા છે. તેવામાં ભારતની અા કાયદેસરની કાર્યવાહી બાદ સામેપાર પાકિસ્તાનમાંથી પણ પ્રતિક્રિયાઅો અાવી છે. પાકિસ્તાનમાં સ્થાનિક માછીમાર સંગઠનોઅે ખુદના દોષના બદલે ભારતીય દળો સામે ખોટા અાક્ષેપો કર્યા છે.
પાકિસ્તાની વર્તમાનપત્ર મિનિટમિરરમાં અા અંગે અેક અહેવાલ પ્રસિદ્ધ કરાયો છે. જેમાં બીઅેસઅેફ દ્વારા ત્રણ પાકિસ્તાની માછીમારોની ધરપકડ કરાઇ તેની નોંધ લીધી છે. અા અહેવાલમાં પાકિસ્તાન ફિશર ફોક ફોરમના પ્રવક્તા દાદા આદમ ઘાંદ્રો, અયૂબ મલહ અને નૂર મુહમ્મદ થેમોરે સ્થાનિક પત્રકારોને માહિતી આપી હતી કે ભારતીય દળોએ હરામીનારા પાસે પાકિસ્તાનની પ્રાદેશિક સીમામાં ઘૂસીને એક જહાજને ઘેરી લીધું હતું જેમાં ત્રણ પાકિસ્તાની માછીમારો હાજર હતા. પાકિસ્તાની માછીમારોઅે બચવાનો પ્રયાસ કર્યો હતો પણ સફળ ન થઈ શક્યા.
પીએફએફના નેતાઓએ કહ્યું કે પાકિસ્તાનના 60 થી વધુ માછીમારો ભારતની જેલમાં બંધ છે. તેઓએ માછીમારોને જાગૃત રાખવા માટે અરબી સમુદ્રમાં મર્યાદાઓ ગોઠવવાની જરૂરિયાત પર ભાર મૂક્યો હતો. માછીમાર સંગઠને પાકિસ્તાની વિદેશ પ્રધાન બિલાવલ ભુટ્ટો ઝરદારીને વિનંતી કરી હતી કે તેઓ પાકિસ્તાની માછીમારોની મુક્તિ માટે પગલાં ભરે. અામ પાકિસ્તાની માછીમાર સંગઠનોઅે ભારત સામે ખોટા અાક્ષેપો કરી પોતાની ભુલ છૂપાવવાની કોશિશ કરી છે. અગાઉ પણ પાકિસ્તાની દળો અને માછીમાર સંગઠનો ભારતની સીમામાં ઘુસી ગયા બાદ પોતાની ભુલના બદલે ભારત સામે ખોટા અાક્ષેપો કરે છે.
હે. ખરેખર તો પીએમએસએનો ત્રાસ
ભારતીય દળોઅે પોતાના વ્યવસાયિક ગુણો અને નિયમોને પાળવા માટે અાંતરરાષ્ટ્રીય સ્તરે નામના મેળવેલી છે. જ્યારે પાકિસ્તાની સુરક્ષા અેજન્સીઅોની છાપ દુનિયામાં બદનામ છે. અરબી સમુદ્રમાં પાકિસ્તાની મરિન સિક્યુરિટી અેજન્સી કાયમ ભારતીય માછીમારોને પરેશાન કરે છે. અાંતરરાષ્ટ્રીય સમુદ્રમાંથી પણ ભારતીય માછીમારોને ઉપાડી જવાય છે. અવાર-નવાર ભારતીય બોટો પર પાકિસ્તાની અેજન્સીઅો દ્વારા ફાયરીંગ પણ કરવામાં અાવે છે.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.