દુર્ઘટના:ચા પીવા ગયેલા કોટડા (જ)ના વૃધ્ધને વીજ કરંટ ભરખી ગયો

ભુજ3 મહિનો પહેલા
  • કૉપી લિંક
પ્રતિકાત્મક તસવીર - Divya Bhaskar
પ્રતિકાત્મક તસવીર
  • વાયર દુકાનના શટરને અડેલો હતો, મૃતકે ટેકો આપતાં જીવ ગયો

નખત્રાણા તાલુકાના કોટડા જડોદરમાં સવારે ચાની નીકળેલા વૃધ્ધ દુકાનના ઓટલે ટેકો દઇને બેઠાને ઢળી પડ્યા હોસ્પિટલે લઇ જવાતાં વીજ કરંટને કારણે મોત થયાનું સામે આવ્યું.નખત્રાણા પોલીસ મથકેથી પ્રાપ્ત વિગતો મુજબ બનાવ શુક્રવારે સવારે સાત વાગ્યાના અરસામાં બન્યો હતો. કોટડા ગામે રહેતા 68 વર્ષીય શ્રમજીવી ધનજીભાઇ ઉમરાભાઇ જેપાર ઘરેથી ચા પીવા ગામમાં નીકળ્યા હતા. ચાની હોટલ પાસેની દુકાનના ઓટલા પર શટર પર ટેકો દઇને બેઠા હતા. દરમિયાન બેઠેલી હાલતમાં બેભાન થઇ ગયા હતા.

જેમને સારવાર માટે નખત્રાણા સરકારી દવાખાનામાં લઇ જવાતાં જ્યાં વીજ કરંટને કારણે મોત નીપજ્યું હોવાનું બહાર આવ્યું હતી. તપાસનીશે જણાવ્યું હતું. કે, મૃતક જે દુકાનની બહાર બલ્બ માટે ખેચેલા વાયરનો સાંધો છુટી જઇને દુકાના શટરને પર્સ કરતો હોતો.હતભાગી વૃધ્ધ ટેકો દઇને બેઠા જેના કારણે વીજ કરંટ લાગવાથી મોત થયાનું પ્રાથમિક તારણ બહાર આવ્યું છે. પોલીસે બનાવની નોંધ લઇ આગળની કાર્યવાહી હાથ ધરી છે. વીજ વાયરો દુકાનની શટરને અડેલા હતા અને શ્રમજીવીએ તે શટરને ટેકો આપતાં જ જીવ ગયો હતો.

અન્ય સમાચારો પણ છે...