ભગુ આહિર :
તાજેતરમાં લોકસ ામાં ઊંટની સંખ્યા મુદ્દે સવાલ ઉઠ્યો હતો. જેમાં ખુદ સરકારે દેશમાં ઊંટોની સંખ્યા ઘટતી હોવાનું જણાવ્યું છે. પરંતુ કચ્છમાં તેનાથી વિપરીત ઊંટોની સંખ્યામાં વધારો જોવા મળ્યો છે. 2019માં થયેલી 20મી પશુધન ગણતરી મુજબ દેશમાં ઊંટની સંખ્યામાં 1.48 લાખનો ઘટાડો આવ્યો છે. જયારે કચ્છમાં ઊંટની સંખ્યામાં 1086 નો વધારો થયો છે. જે અત્યાર સુધીમાં વધીને 13,300 એ પહોચી છે.
દેશમાં ઊંટની સંખ્યા મુદ્દે તાજેતરમાં લોકસ ામાં ઉઠેલા સવાલ બાદ સરકારે ઊંટોની સંખ્યામાં ઘટાડો થયો હોવાનું જણાવ્યું હતું. વર્ષ 2012 માં થયેલ 19મી પશુધન ગણતરી મુજબ દેશમાં કુલ 4 લાખ ઊંટો હતા. જે ઘટીને વર્ષ 2019 ની 20મી પશુધન ગણતરીમાં 2.52 લાખ નોધાયા છે. પરંતુ કચ્છમાં તેની વિપરીત ઊંટોની સંખ્યામાં વધારો જોવા મળ્યો છે. 19મી પશુધન ગણતરી મુજબ કચ્છમાં ઊંટોની સંખ્યા 7967 નોધાઇ હતી. જયારે 20 મી પશુધન ગણતરીમાં વધીને 9053 નોધાઇ હતી.
ઊંટ ઉછેર કેન્દ્રમાં 305 જેટલા ઊંટો
સરકાર દ્વારા દેશમાં રાજસ્થાન અને કચ્છના ઢોરીમાં ઊંટ ઉછેર કેન્દ્ર ઉભા કરવામાં આવ્યા છે. દેશમા ઊંટોની કુલ વસ્તીમાંથી 84 % ઊંટ રાજસ્ ાનમાં આવેલા છે. જ્યાં ઊંટોની સંખ્યામાં સતત ઘટાડો થઇ રહ્યો છે. જયારે કચ્છમાં 4 થી 5 ટકા ઊંટો આવેલા છે. જેમાં સતત વધારો નોધાઇ રહ્યો છે. સરકાર દ્વારા કચ્છમાં ઢોરી ખાતે બનાવ ામાં આવેલા ઊંટ ઉછેર કેન્દ્રમાં 305 જેટલા ઊંટો આવેલા છે. જેમાંથી ઊંટપા લકોને સારી નસલના નર ઊંટ નજીવી કીમતે કેન્દ્ર દ્વારા આપી ઊંટોની સંખ્યામાં વધારો થાય તેવા પ્રયત્નો કરવામાં આવે છે.
અંદાજીત પ્રતિદિન 4 હાજાર લીટર દૂધ એકત્રિત કરવામાં આવે
જેમાં વર્ષ 2021 માં 45 જેટલા નર ઊંટ ઊંટપા લકોને આપવામાં આવ્યા હતા.આ ઉપરાંત ઢોરીના કેન્દ્ર દ્વારા પોલીસ અને સીમા સુરક્ષા દળને જરૂરિયાત મુજબ ઊંટ આપવામાં આવે છે. તેમજ ગુજરાત સરકાર દ્વારા ઊંટના દુધની ખરીદી સરહદ ડેરી મારફતે કરવામાં આવે છે. જેમાં કચ્છમાં અંદાજીત પ્રતિદિન 4 હાજાર લીટર દૂધ એકત્રિત કરવામાં આવે છે. જેથી ઊંટપા લકોને આર્થીક ફાયદો થયો છે. કચ્છમાં ઊંટ ઉછેરક માલધારી સંગઠન ઉભું કરવામાં આવ્યું છે. જેના માધ્યમથી ઊંટપા લકોને થતી મુશ્કે લીઓનું નિવારણ કરવામાં આવે છે.
ઊંટ ઉછેરક માલધારી સંગઠન સાથે સંકળાયેલ સહજીવન સંસ્થાના વિશ્વાબેન ઠક્કરના જણાવ્યા મુજબ કચ્છમાં હાલ 13,300 ઊંટો આવેલા છે. જેમાંથી 11,700 કચ્છી ઊંટ છે જયારે 1600 જેટલા ખારાઈ ઊંટો આવેલા છે. આ ઉપરાંત કચ્છમાં 354 ઊંટપાલક પરિવાર આવેલા છે. સહજીવન સંસ્થા અને ઊંટ ઉછેરક માલધારી સંગઠન દ્વારા ઊંટપા લકોને સમયસર દવા અને યોગ્ય માવજત મળી રહે તે માટે કેમ્પ યોજવામાં આવે છે.કચ્છમાં વધતી ઊંટોની સંખ્યા પાછળ માલધારી સંગઠન અને સહજીવન સંસ્થા દ્વારા પ્રયાસો કરવામાં આવી રહ્યા છે. જોકે, ઊંટોના ચરિયાણ વિસ્તાર પર દબાણો અને ચેરિયાઓના નિકંદનના લીધે ઊંટ પાલકોમાં ચિંતા જોવા મળે છે.
જોકે ગતવર્ષની સરખામણીએ ઢોરી કેન્દ્રના ઊંટોનો જન્મદર ઘટ્યો
સરકાર દ્વારા રાજ્યમાં એકમાત્ર કચ્છના ઢોરી ખાતે ઊંટ ઉછેર કેન્દ્ર બનાવવામાં આવ્યું છે.જેમાં હાલ કુલ 305 ઊંટો આવેલા છે. વર્ષ 2020-21 માં કેન્દ્રમાં નવા જન્મેલા ઉન્તોની સંખ્યા 44 હતી.જે વર્ષ 2021-22 માં ઘટીને 29 નોધાઇ હતી.
રાજસ્થાનમાં સહાય , ગુજરાતમાં ઠેંગો
રાજસ્થાન સરકાર દ્વારા સતત ઘટતી ઊંટોની સંખ્યાને કારણે ઊંટપાલકોને નવા જન્મેલા ઊંટ એક વર્ષનું થાય ત્યારે ઊંટ પાલકોને બે હપ્તામાં રૂપિયા 10 હજાર પ્રોત્સાહન રૂપે સહાય આપવામાં આવે છે.પરંતુ ગુજરાત સરકાર દ્વારા રાજ્યના ઊંટપાલકોને સહાય આપવામાં આવતી નથી.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.