ધરપકડ:ખાવડાના કુખ્યાત આરોપીને LCBએ ઉદયપુરથી ઝડપી લીધો

ભુજ25 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • સસ્તા સોના સહિત હત્યાના પ્રયાસના ગુનામાં હતો ફરાર

હાલ વિધાનસભાની ચુંટણીના સમયે વિવિધ ગુનાઓમાં ફરાર આરોપીને ઝડપી લેવા પોલીસ મહાનિરીક્ષક દ્વારા આદેશ આપવામાં આવ્યા છે.જેના પગલે છેલ્લા ચાર મહિનાથી અલગ અલગ ચાર જેટલા ગુનામાં ખાવડાનો કુખ્યાત આરોપી ફરાર હતો.જેને એલસીબીની ટીમે રાજસ્થાનના ઉદયપુરથી ઝડપી લીધો છે.આરોપી વિરુદ્ધ ધાડ,જીવલેણ હુમલા,ચીટીંગ અને જાનથી મારી નાખવાની ધમકી આપવાના ગંભીર ગુનાઓ નોધાયેલા હતા.

ખાવડાના મોવારવાંઢ લુડીયાના 44 વર્ષીય ઓસમાણ ઉર્ફે ઓસ્લો સદીક નોડે છેલ્લા ચાર મહિનાથી ગંભીર ગુનાઓમાં નાસ્તો ફરતો હતો.એલસીબીની ટીમે હ્યુમન રિસોર્સ મારફતે તપાસ કરતા આરોપી રાજસ્થાનના ઉદયપુર હોવાનું જાણવા મળ્યું હતું.જેના પગલે એલસીબીની એક ટીમ ઉદયપુર પહોચી હતી.

ટીમ દ્વારા તપાસ કરતા આરોપી કમલાવાડી સેન્ટ્રલ બસસ્ટેન્ડની બાજુમાં આવેલ અંબે પેલેસ હોટલમાં હોવાનું જાણવા મળ્યું હતું.એલસીબીની ટીમે હોટલમાં તપાસ કરતા રૂમ નંબર 202 માંથી આરોપી શખ્સ મળી આવ્યો હતો.ઝડપાયેલા આરોપી પાસેથી રોકડ સહીત 29 હજારનો મુદ્દામાલ કબજે કરી કાયદેસરની કાર્યવાહી કરવા ભુજ શહેર એ ડીવીઝન પોલીસને સોંપવામાં આવ્યો છે.

આ ઇસમ સામે ચિટીંગના 3 સહિત 9 ગુનાઓ નોધાયેલા છે
ખાવડાના ઓસમાણ ઉર્ફે ઓસ્લો સીદીક નોડે ગુનાહિત ઈતિહાસ ધરાવે છે.જેના વિરુદ્ધ ભુજ તાલુકા પોલીસ મથક,ભુજ શહેર એ ડીવિઝન,ગારીયાધાર પોલીસ મથક,ખાવડા પોલીસ મથક અને ભુજ શહેર બી ડીવીઝન પોલીસ મથક ખાતે સસ્તા સોનાની ચીટીંગ અને હત્યાના પ્રયાસ સહીતના 9 ગંભીર ગુનાઓ નોધાયેલા છે.

અન્ય સમાચારો પણ છે...