હર ઘર તિરંગા:બીજા દિવસે ટપાલ વિભાગની અમદાવાદ ડિવિઝન કચેરીએ જથ્થો ફાળવ્યો નહીં

ભુજ4 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • આજે એક સાથે 35 હજાર રાષ્ટ્રધ્વજ કચ્છ મોકલવામાં આવે તેવી શક્યતા

હર ઘર તિરંગા અભિયાન હેઠળ કચ્છની પોસ્ટ અોફિસોમાંથી રૂ.25ના ભાવે રાષ્ટ્રધ્વજનું વેચાણ થઇ રહ્યુું છે પરંતુ પ્રથમ દિવસે બુધવારે મોકલાવાયેલો જથ્થો ખતમ થઇ ગયો હતો ત્યારે નવાઇની વાત અે છે કે, બીજા દિવસે ગુરૂવારે ટપાલ વિભાગના અમદાવાદ ડિવિઝને જથ્થો મોકલ્યો ન હતો, જો કે, અાજે શુક્રવારે 35 હજાર રાષ્ટ્રધ્વજ મોકલાવાય તેવી શક્યતા છે. અાઝાદીના અમૃત મહોત્સવ નિમિત્તે તા.13થી 15 અોગસ્ટ સુધી હર ઘર તિરંગા અભિયાન હેઠળ ઘેરઘેર તિરંગો લહેરાવવા સરકાર દ્વારા અપીલ કરાઇ છે અને અા અભિયાનને સફળ બનાવવા માટે કચ્છનું વહીવટ તંત્ર પણ દોડતું થયું છે.

ભુજ સહિત જિલ્લાની વિવિધ ટપાલ કચેરીઅો મારફતે રૂ.25ના ભાવે રાષ્ટ્રધ્વજનું વેચાણ કરવામાં અાવી રહ્યું છે અને તા.3-8, બુધવારના ભુજ હેડ પોસ્ટ અોફિસ માટે 1 હજાર અને અન્ય 7 હજાર રાષ્ટ્રધ્વજ જિલ્લાની વિવિધ પોસ્ટ અોફિસોમાં વેચાણ અર્થે મોકલી દેવાયા હતા.

વિશ્વસનીય સૂત્રોનું માનીઅે તો બુધવારે જે જથ્થો મોકલાવાયો હતો તેનું વેચાણ થઇ ગયું હતું. જો કે, પોસ્ટ અોફિસો મારફતે તા.14-8 સુધી દરરોજ તિરંગાનું વેચાણ થવાનું છે અને નવાઇની વાત અે છે કે, કચ્છ માટે તા.4-8 ગુરૂવારના રાષ્ટ્રધ્વજનો જથ્થો ટપાલ વિભાગના અમદાવાદ ડિવિઝનેથી મોકલાવાયો જ ન હતો, જેથી ટપાલ કચેરીઅોઅે રાષ્ટ્રધ્વજની ખરીદી કરવા અાવેલા લોકોને ખાલી હાથે પરત ફરવું પડ્યું હતું. સૂત્રોનું માનીઅે તો અાજે તા.5-8, શુક્રવારના અેકસાથે 35 હજાર રાષ્ટ્રધ્વજનો જથ્થો કચ્છ માટે ફાળવાશે.

અન્ય સમાચારો પણ છે...