વ્યવસ્થા:ત્રિ-મંદિર સામે ભાડાની નવી કચેરીને વીસ વર્ષે આજે મળશે કાયમી સરનામું

ભુજ24 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • કરોડોની કિંમતના દસ્તાવેજ માટે ખાસ બન્યો છે ફાયરપ્રૂફ સ્ટ્રોંગ રૂમ

3, જાન્યુઆરી 2002 ના તત્કાલીન મુખ્યમંત્રી નરેન્દ્ર મોદીના હસ્તે અને ઉદ્યોગમંત્રી સુરેશભાઈ મહેતાની વિશેષ ઉપસ્થિતિમાં બહુમાળી ભવન પાસે પ્રિફેબ સંકુલમાં ભુજ વિસ્તાર વિકાસ સત્તા મંડળની કચેરી શરૂ કરવામાં આવી હતી. આ હંગામી બાંધકામમાં ભાડાની કચેરી કે જે શહેરમાં ક્યાંય પણ રહેણાક કે વ્યવસાયિક હેતુથી પાકું બાંધકામ કરવું હોય તો તેની મંજૂરી આપે છે તે બે દાયકા સુધી રહી.

આખરે 2022 માં નિર્ણય લેવાયો અને ભાડાની માલિકીની ત્રિમંદિર સામેની દુકાનોમાંથી બધી શાખાઓની કામગીરી મુજબ ડિઝાઇન તૈયાર કરી કચેરી શરૂ કરવામાં આવી, જ્યાં આજથી કામગીરી શરૂ થશે. જો કે, સંપૂર્ણરીતે કાર્યરત થતા એકાદ અઠવાડિયું નીકળી જાય. બુધવારે શિફ્ટીંગ શરૂ થઈ ગયું હતું. નવા સંકુલમાં ફાયર પ્રૂફ સ્ટ્રોંગ રૂમમાં બધા દસ્તાવેજો સચવાશે. જેથી આગ લાગવા જેવી ઘટના બને તો પણ કીમતી દસ્તાવેજો સુરક્ષિત રહેશે. આ ઉપરાંત કોન્ફરન્સ રૂમ તેમજ બધી શાખાઓ માટે અલાયદી વ્યવસ્થા છે.

અન્ય સમાચારો પણ છે...