નિર્ણય:પાલિકા 1 ઈજનેરને છૂટો કરશે, 3નું પૂછાણું લઈને સંતોષ માનશે

ભુજએક મહિનો પહેલા
  • કૉપી લિંક
  • દિવાળી પછી 31મી ઓકટોબરે કાર્યવાહી ઠેલાઈ
  • કારોબારી નિર્ણય તો લે છે પણ અમલ થાય ત્યારે ખરું

ભુજ નગરપાલિકામાં તાજેતરમાં કારોબારી મળી હતી, જેમાં ચારેક ઈજનેરોને પાણિચું અાપવા સહિતની ચર્ચાઈ થઈ હતી. જે માટે નિર્ણયો પણ લેવાઈ ગયા હતા, જેમાં 31મી અોકટોબરે 1 ઈજનેરને છૂટો કરવા અને બાકીના 3 ઈજનેરને કારણદર્શક નોટિસ અાપી પૂછાણું લઈને સંતોષ માની લેવા નક્કી થયું છે. દિવાળી પછી 31મી ઓક્ટોબરે કાર્યવાહી ઠેલાઇ છે.

કારોબારીમાં સેનિટેટશન, ગટર, પાણી, બાંધકામ સહિતની શાખાઅોની નબળી કામગીરીની ચર્ચા થઈ હતી, જેમાં ગટર શાખાના વધુ અેક કરાર અાધારિત ઈજનેરને તેનો 31મી અોકટોબરે કરાર પૂરો થતો હોઈ છૂટો કરવાનો નિર્ણય લેવાઈ ગયો છે. જ્યારે બાકીના ત્રણેક ઈજનેરોને કારણદર્શક નોટિસ અાપવા નક્કી થયું છે.

અામ તો કારોબારીમાં તાત્કાલિક નિર્ણયનો અમલ કરવાનો હુંકાર થયો હતો. પરંતુ, દબાણોને વશ થઈને પાણીમાં બેસી જવાની પરંપરાને અાગળ ધપાવતા હવે 31મી અોકટોબર ઉપર ઠેલી દેવાયું છે. સૂત્રોઅે જણાવ્યું હતું કે, દિવાળી ન બગાડવાનું કારણ અાગળ ધરાયું છે. હજુ સત્તાવાર ફરફરિયા મળ્યા નથી. પરંતુ, ઠરાવમાં સ્પષ્ટ ઉલ્લેખ કરાયો છે. અેટલે અમલ થાય ત્યારે પાકું સમજાય, અે સિવાય નહીં.

અન્ય સમાચારો પણ છે...