ભુજ નગરપાલિકાની દબાણ શાખા છેલ્લા કેટલાક સમયથી હરકતમાં અાવી ગઈ છે, જેમાં શનિવારે છઠ્ઠીબારી પાસે દુકાનો બહાર માલ સામાન રાખનારાને નોટિસો ફટકારવામાં અાવી હતી અને બેન્કર્સ કોલોનીમાં ડામર રોડમાં અડચણ રૂપ અોટલા તોડવા સહિતની માૈખિક સૂચના અાપવામાં અાવી હતી.કચ્છમાં ફેબ્રુઅારી માસની 9મી અને 10મી તારીખે જી-20 સમીટ યોજાશે, જેથી ભુજ નગરપાલિકા સહિતના ટોપ ટુ બોટમ તંત્રોને અલગ અલગ પ્રકારની જવાબદારી સોંપી દેવાઈ છે, જેમાં ભુજ નગરપાલિકાને શહેરનું સારું લાગે અે માટે જરૂરી કાર્યવાહી કરવા કહી દેવાયું છે. જેના પગલે સફાઈ કરવાની અને દબાણ હટાવ કામગીરી શરૂ થઈ ગઈ છે.
તાજેતરમાં મુખ્ય અધિકારી જીગર પટેલે બાંધકામ સાથે સંકળાયેલા ઠેકેદારોને પણ ડામર રોડ, સી.સી., અાર.સી.સી. રોડ ઉપરાંત ઈન્ટરલોક બ્લોક પાથરવા સહિતની નબળી કામગીરી મુદ્દે અાડેહાથ લીધા હતા. હવે શનિવારે દુકાનદારોઅે તેમની હદ ઉપરાંત છેક માર્ગો ઉપર માલસામાન રાખ્યા હોઈ નોટિસો ફટકારવાનું શરૂ કર્યું હતું. જે છેક અનમરિંગ રોડ વાયા અાશાપુરા રિંગ રોડ સુધી કામગીરી પહોંચી હતી. અેન.યુ.અેલ.અેમ. શાખાઅે દબાણ શાખાને સાથે રાખી કામગીરી પાર પાડી હતી. હજુ અા શહેરમાં મોટેપાયે કામગીરી થાય અેવી શક્યતા છે. પરંતુ, હોબાળો ન થાય અેટલે ફૂંકી ફૂંકીને કામગીરી અાગળ વધે છે.
અારસીઅેમના અાંટા ફેરા પણ જી-20 સમીટ સંદર્ભે
સૂત્રોઅે જણાવ્યું હતું કે, પ્રાદેશિક કમિશનર ધીમંત વ્યાસ શનિવારે કચ્છમાં અાવ્યા હતા, જેમાં નગરપાલિકા મારફતે થતી કામગીરીમાં સક્રિયતા લાવવા અને શહેરને સ્વચ્છ સુંદર બતાવવાના ભાગ રૂપે જ મુલાકાત હતી.
અેન.યુ.અેલ.અેમ.ની મંજુરી લેવી પડશે
લારી ગલ્લા, કેબિન, વાહન, પાથરણા રાખી ધંધો કરનારાઅે ભુજ નગરપાલિકા સ્થિત અેન.યુ.અેલ.અેમ. શાખાની પૂર્વ મંજુરી લેવી પડશે. અેન.યુ.અેલ.અેમ. શાખાના અોળખ કાર્ડ વિના ધંધો કરનારાને દબાણ ગણી ઉપાડી લેવામાં અાવશે. અેવું મેનેજર કિશોર શેખાઅે જણાવ્યું હતું.
ના મહેમાનો આવશે ત્યારે આ ઊંચા ગતિ અવરોધક તોડવામાં આવશે અને ફરીથી બનશે
ભુજમાં ગતિરોધક બનાવવા અને તોડવા એ તંત્ર માટે સામાન્ય બાબત છે કોઈપણ રાષ્ટ્રીય કક્ષાનું ફંક્શન હોય અને મહેમાનો આવતા હોય ત્યારે કોલેજ રોડ, જયુબિલી સર્કલ અને સ્મૃતિવન રોડ પર આવેલા ગતિ અવરોધક દૂર કરવામાં આવે અને જેવું ફંક્શન પૂરું થાય કે તરત જ ઘાટ વગરના બમ્પ બનાવવાની પ્રથા અહીં છે. ફેબ્રુઆરીના પ્રથમ સપ્તાહમાં સફેદ રણમાં જી -20 યોજાવાની છે ત્યારે ભુજમાં દેશ અને વિદેશના વી.વીઆઈપી ગેસ્ટ આવશે ત્યારે તેમને તકલીફ ન પડે તે માટે આ બધા અંતરાયો દૂર કરવામાં આવશે જે અત્યારે ભુજના લોકોને પરેશાન કરી રહ્યા છે. આ ઊંચા ઊંચા ગતિ અવરોધક પર સફેદ પટ્ટા પણ લગાવવાની તસ્દી નથી લેવાઈ.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.