ભુજ નગરપાલિકામાં શુક્રવારે ઉઘડતી કચેરીઅે કારોબારી ચેરમેન જગત વ્યાસના અધ્યક્ષ સ્થાને કારોબારી સમિતિની બેઠક મળી હતી, જેમાં ભુજ તાલુકા સમસ્ત બ્રહ્મસમાજની અરજી હાથ ઉપર લેવાઈ હતી અને અાર.ટી.અો. રિલોકેશન સાઈટના સાર્વજનિક પ્લોટનું નામ અાદિ જગત ગુરુ શંકરાચાર્ય ચોક રાખવાની માંગણી મંજુર રાખવામાં અાવી હતી.
કારોબારી સમિતમાં સ્ટોર શાખા ઝેરોક્ષ અોપરેટરની મુદ્દત વધારવા સહિતના બે કામો, મિકેનીક શાખાના હંગામી કર્મચારીઅોની જૂનથી ડિસેમ્બર સુધી મુદ્દત વધારનું અેક કામ, રોડ લાઈટ શાખાના પી.જી.વી.સી.અેલ. કોલની રકમ ભરવા, રોડલાઈટ શાખાનું વાહન રિપેરિંગમાં મૂકવા, પ્રમુખ સ્વામી નગરમાં હાઈમાસ્ક ટાવર નાખવા, બાંધકામ શાખાના ટેન્ડર, ભારે વરસાદથી રિસર્ફેસિંગની ગ્રાન્ટની બચત રકમમાંથી સી.સી. રોડ કરવા, વોર્ડ નંબર 11માં સી.સી. રોડ અને પેચવર્ક કરવા, ઈન્ટરલોક ઈ-ટેન્ડરિંગ, પાણી પુરવઠા શાખાના નર્મદા હેડવર્કસ અને ભારાપર હેડવર્કસ 12-12 માસનો ખર્ચ મંજુર કરવા સહિતના નિર્ણય લેવાયા હતા, જેમાં અશોક પટેલ, ધીરેન લાલન, કિરણ ગોરી સહિતના સદસ્યોઅે ચર્ચામાં ભાગ લીધો હતો.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.