નિષ્ફળ:પાલિકાએ બાંભનો ઇજારો બે વર્ષથી આપ્યો નથી, બારોબાર ઉપાડવાની છૂટ

ભુજ13 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • સ્થાનિક ભંડોળ હિસાબની કચેરીઅે પણ અોડિટમાં ટિપ્પણી કરી હતી
  • અાવકના સ્રોત તો ઠીક પણ પશુના મોતની નોંધ માટે પણ જરૂરી

ભુજ નગરપાલિકા દ્વારા શહેરમાંથી મૃત પશુઅો ઉપાડવાનો બાંભનો ઠેકો અાપવામાં અાવે છે. પરંતુ, ભુજ નગરપાલિકા છેલ્લા 2 વર્ષથી બાંભનો ઠેકો અાપવામાં નિષ્ફળ ગઈ છે, જેથી ઠેકેદારને બારોબાર ઉપાડી લેવાની છૂટ મળી ગઈ છે. બાંભનો ઠેકો ઊંચા ભાવ ભરનારાને અાપવામાં અાવે છે. જેને ઠેકો અપાય અે ઠેકેદાર દ્વારા ઉપાડેલા ઢોર દીઠ નક્કી કરેલી રકમ નગરપાલિકાને ચૂકવવાની હોય છે.

બદલામાં ઠેકેદાર મૃત ઢોર લઈ જાય છે અને તેના ચામડા દ્વારા અાવક મેળવતો હોય છે. અે સિવાય શહેરમાં કયારે, કયા વિસ્તારમાંથી, કયા સંવર્ગના, કેટલા ઢોરના મોત થયા અેનો સત્તાવાર અાંકડો પણ ઉપલબ્ધ થતો હોય છે. પરંતુ, ભુજ નગરપાલિકાઅે ઠેકો અાપવાની તસદી નથી લીધી અે તો ઠીક પણ મૃત ઢોરોનો રજિસ્ટર પણ નિભાવવાની તકેદારી નથી રાખી. સ્થાનિક ભંડોળ હિસાબની કચેરીઅે અોડિટ દરમિયાન નોંધ પણ મૂકી હતી કે, બાંભના ઠેકાને અાવકના સ્રોત તરીકે બતાવવામાં અાવ્યો છે. પરંતુ, હજુ સુધી અેની અાવક શૂન્ય જ બતાવાઈ છે.

પ્રાદેશિક કમિશનર પરિપત્ર બહાર પાડે તો તંત્ર જાગે કચ્છ સાૈરાષ્ટ્ર ઝોનના પ્રાદેશિક કમિશનર પરિપત્ર બહાર પાડે તો સુધરાઈનું તંત્ર જાગે અેમ છે. બાકી પદાધિકારીઅો કે વહીવટી અધિકારીઅોને અે દિશામાં કામ કરવાનું સૂઝતું જ નથી.

અન્ય સમાચારો પણ છે...