ભીંત સૂત્રો ભૂસ્યા:મતદારોને પ્રભાવિત કરતા 119 ભીંત સૂત્રો નગરપાલિકાએ ભૂંસ્યા

ભુજ23 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • 19 નાના પોસ્ટર, 80 ઝંડી, 12 મોટા બેનર પણ ઉતારી લેવાયા

ભુજ નગરપાલિકાઅે શહેરમાંથી સતત ત્રીજા દિવસ દરમિયાન વિધાનસભા ચૂંટણીની અાચારસંહિતા હેઠળ મતદારોને પ્રભાવિત કરતા વધુ 119 ભીંત સૂત્રો ભૂસ્યા હતા. ગુજરાત વિધાનસભાની ચૂંટણીની તારીખો તો જાહેર થઈ ગઈ છે. પરંતુ, તો ફોર્મ સ્વીકારવાનું પણ શરૂ કરી દેવાયું છે.

મતદાન થાય ત્યાં સુધી મતદારોને કોઈ અેક પક્ષના પ્રભાવમાં લાવતા ભીંતસૂત્રો સહિતના પ્રચાર પ્રસારના સાધનો હટાવવાનું શરૂ કરી દેવાયું છે, જેમાં 4થી નવેમ્બરે 97 ભીંત સૂત્રો ભૂસાયા, 10 નાના પોસ્ટર, 60 ઝંડી, 9 મોટા બેનર ઉતારી લેવાયા હતા. 5મી નવેમ્બરે પણ 22 ભીંત સૂત્રો ભૂસાયા, 9 નાના પોસ્ટર, 20 ઝંડી, 3 મોટા બેનર ઉતારાયા હતા.

અેવું ભુજ નગરપાલિકાના હેડ કલાર્ક હિતેન્દ્રસિંહ જાડેજાઅે જણાવ્યું હતું. તેમણે વધુમાં જણાવ્યું હતું કે, મુખ્ય અધિકારી જીગર પટેલની સૂચનાથી કાર્યવાહી સતત ચાલુ છે. કોઈને પણ ધ્યાનમાં અાવે તો સંપર્ક સાધી ધ્યાન ખેંચી શકે છે. નગરપાલિકાની ટીમ સ્થળ ઉપર પહોંચી તાત્કાલિક કાર્યવાહી કરશે.

મેન્ટલ હોસ્પિટલ પાસે દીવાલો ઢંકાયેલી
સૂત્રોઅે જણાવ્યું હતું કે, જિલ્લા પંચાયતની સિંચાઈ શાખાની દીવાલ ઉપર રાજકીય પક્ષોના પોસ્ટર લાગેલા છે. અાખી દીવાલ ઢંકાઈ ગઈ છે. શું નગરપાલિકાની ટીમ ત્યાં નહીં પહોંચતી હોય.

અન્ય સમાચારો પણ છે...