• Gujarati News
  • Local
  • Gujarat
  • Kutch
  • The Message That The Vaccine Was Taken Even Though It Was Not Given; Vadodara Health Department Blames It On Technical Failure, But Why Does Such Blunder Happen Every Time?

બુસ્ટર ડોઝમાં પણ બોગસ રસીકરણ:રસી ન મુકાવી હોવા છતાં લઈ લીધાનો મેસેજ; વડોદરા આરોગ્ય વિભાગે ટેક્નિકલ ક્ષતિ પર ઢોળ્યું,પણ દર વખતે આવા ગફલા કેમ થાય ?

ભુજ8 દિવસ પહેલા
  • કૉપી લિંક
પ્રતિકાત્મક તસવીર - Divya Bhaskar
પ્રતિકાત્મક તસવીર
  • એકતરફ લોકોને પ્રિકોશન ડોઝ લેવા માટે ફોન કરાઈ રહ્યા છે

કચ્છમાં કોરોનાના એક્ટિવ કેસોની સંખ્યામાં સતત વધારો થતો હોવાથી એક તરફ ચિંતા પ્રસરી રહી છે બીજી તરફ આરોગ્ય વિભાગ દ્વારા લોકોને ફોન કરીને રસી લેવા માટે જણાવવામાં આવી રહ્યું છે.પરંતુ આ વચ્ચે ફરી એક વખત બોગસ રસીકરણ શરૂ થઈ ગયું હોવાની માહિતી સામે આવી છે. કારણ કે જે લોકોએ બુસ્ટર ડોઝ મુકાવ્યો નથી તેઓને પણ રસી લઈ લીધાનો મેસેજ કોવિન પોર્ટલ મારફતે આવતા અચરજમાં મુકાઈ ગયા છે.

ટેકનિકલ ક્ષતિ હોવાનું જણાવીને વિભાગે હાથ ખંખેર્યાં
બીજી લહેરમાં લક્ષ્યાંક સિદ્ધ કરવા માટે આરોગ્ય વિભાગ દ્વારા ધડાધડ રસી લઈ લીધાના મેસેજ મોકલવામાં આવતા હતા. જ્યારે લોકો હોબાળો કરે અને કહે કે, મેં રસી લીધી નથી છતાં મને કેમ મેસેજ આવ્યો ત્યારે તમને રસી આપી દઈએ અને આ ટેકનિકલ ક્ષતિ હોવાનું જણાવીને વિભાગ દ્વારા હાથ ખંખેરવામાં આવતા હતા. ન માત્ર ભુજ પણ દરેક તાલુકા અને ગામડાઓમાં મોટાપાયે બોગસ રસીકરણ થયું હતું.

લોકો તરફથી જોઈએ તેટલો સહકાર મળતો નથી
લક્ષ્યાંક સિદ્ધ કરવા માટેની સમગ્ર હોડ હોવાથી ટેકનિકલ ક્ષતિ બાબતે સ્થાનિક આરોગ્ય વિભાગ કે પછી રાજ્ય સરકારના આરોગ્ય વિભાગે કોઈ સ્પષ્ટતા કરી નથી અને મામલો શમી ગયો પરંતુ હાલમાં આઝાદી કા અમૃત મહોત્સવ અંતર્ગત સરકાર દ્વારા 75 દિવસ સુધી 18 થી 59 વર્ષના લોકોને નિશુલ્ક પ્રિકોશન રસી આપવાની જાહેરાત કરવામાં આવી છે ત્યારે લોકો તરફથી જોઈએ તેટલો સહકાર મળતો નથી કારણકે કેસો વધી રહ્યા છે. પરંતુ તમામ દર્દીઓ હળવા લક્ષણો ધરાવે છે અને મોતનું પ્રમાણ નથી તેમજ હોસ્પિટલમાં દાખલ કરવાની જરૂર પડતી નથી તેથી રસી લેવાવાળો વર્ગ ઘણો ઓછો છે.

બોગસ રસીકરણ શરૂ કરી દેવામાં આવ્યું હોવાનું સામે આવ્યું
​​​​​​​
જેથી ફરી એકવાર આરોગ્ય વિભાગ દ્વારા બોગસ રસીકરણ શરૂ કરી દેવામાં આવ્યું હોવાનું સામે આવ્યું છે.યુવાને રસી લીધી ન હોવા છતાં તેના ફોનમાં કોવિન પોર્ટલ મારફતે મેસેજ આવ્યો હતો કે તમે રસી લઈ લીધી છે આ બાબતે આરોગ્ય વિભાગનું ધ્યાન દોરતા અગાઉની જેમ જ આ બાબતને ટેકનિકલ ક્ષતિ ગણાવી દેવાઈ હતી.

શનિવારે 31,928 લોકોએ રસી લીધી હોવાનો દાવો
આરોગ્ય વિભાગ દ્વારા દાવો કરવામાં આવ્યો છે કે,શનિવારે વધુ 31,928 લોકોએ રસી મુકાવી છે.જેના કારણે પ્રિકોશન ડોઝની કુલ કામગીરી 247070 થઈ છે આજે રવિવારની રજા હોય છે પરંતુ લક્ષ્યાંક સિદ્ધ કરવા માટે આજે પણ કર્મચારીઓને ફરજ સોંપવામાં આવી હોવાનું જાણવા મળ્યું છે.

અન્ય સમાચારો પણ છે...