• Gujarati News
  • Local
  • Gujarat
  • Kutch
  • The Members Of Sayunkat Karmara Morcha Of Kutch District Left To Participate In The Rally In Rajkot With Various Demands

રેલી માટે પ્રયાણ:કચ્છ જિલ્લાના સયુંકત કર્મચારી મોરચાના સભ્યો વિવિધ માગ સાથે રાજકોટમાં રેલીમાં ભાગ લેવા રવાના થયા

કચ્છ (ભુજ )25 દિવસ પહેલા
  • કૉપી લિંક

કચ્છ જિલ્લા સયુંકત કર્મચારી મોરચાના 5 હજાર જેટલા કર્મીઓ આજે સરકાર સમક્ષ પોતાની વિવિધ માગની રજુઆત માટે રાજકોટ ખાતે આયોજિત રેલીમાં જોડાવા રવાના થયા હતા. સામખીયાળી પહોચેલા કર્મચારીઓએ પગાર વધારા સહિતની માંગણીઓ સરકાર દ્વારા સ્વીકાર કરવામાં આવે એવી માગ સાથે રાજકોટ ખાતેની રેલીમાં જઈ રહ્યાનું જણાવ્યું હતું. તેમણે દાવો કર્યો હતો કે રાજકોટમાં રાજ્યના એક લાખ કર્મચારીઓની રેલી યોજાશે તેમાં કચ્છમાંથી 5 હજાર જેટલા કર્મચારીઓ સયુંકત કર્મચારી મોરચા હેઠળ પોતાની માંગણીઓ રજૂ કરવા જઈ રહ્યા છે.

હાઇવે હોટલો પર કર્મચારીઓ ભેગા થયા
કચ્છના પ્રાથમિક અને માધ્યમિક શાળાના શિક્ષકો, આરોગ્ય કર્મચારીઓ, જિલ્લા પંચાયત સહિત સરકારી કચેરીના વર્ગ ત્રણ અને ચારના કર્મચારીઓ સયુંકત કર્મચારીઓ મોરચા હેઠળ પગાર વધારા સહિતની અનેક પડતર માંગણીઓ સરકાર દ્વારા સ્વીકાર કરવામાં આવે તે હેતુ સરકારનું ધ્યાન દોરવા રાજકોટ ખાતે આયોજિત રેલીમાં જતા પૂર્વે સામખીયાળી પાસે ભેગા થયા હતા. હાઇવે હોટલો પર કર્મચારીઓના જમાવડાથી વેપારીઓને લાભ થયો હોવાનું રમજું છત્રાએ જણાવ્યું હતું. કચ્છના માધ્યમિક શિક્ષક શિક્ષણ સંઘના પ્રમુખ મનીષ પટેલ, પ્રાથમિક શિક્ષક સંઘના પ્રમુખ નયનસિંહ જાડેજા અને સરકારી કર્મચારી સંઘના પ્રમુખ બ્રિજરાજ સિંહ જાડેજાએ જણાવ્યું હતું કે સરકાર પાસે અમારી માંગ છે કે જૂની પેન્સન યોજના ફરી અમલી બનાવાય, પગાર વધારો અપાય, આ માટે આજે કચ્છના 5 હજાર સરકારી કર્મચારીઓ રાજકોટ ખાતે આયોજિત ઝોન કક્ષાની મહારેલીમાં જોડાવા માટે જઈ રહ્યા છીએ. જો સરકાર અમારી માગ નહિ સ્વીકારે તો આગામી તા. 17ના જિલ્લાના કર્મચારીઓ માસ સિલ પર ઉતરી જશે. જ્યાં સુધી અમારી માગ સ્વીકારવામાં નહિ આવે ત્યાં સુધી લડત ચાલુ રહેશે.

અન્ય સમાચારો પણ છે...