કામગીરી:હમીરસર તળાવની આવ આડે રૂકાવટ સામે નગરપતિ જંગે ચડશે

ભુજ3 મહિનો પહેલા
  • કૉપી લિંક
  • ઈજનેરી કૌશલ્ય વિના આડેધડ બાંધકામે વરસાદી પાણી અવરોધ્યાનું પ્રાથમિક તારણ
  • રાજાશાહી વખતના કુદરતી વહેણોને સુરક્ષિત રાખવા ઉચ્ચ કક્ષાએ અહેવાલ મોકલવા કટિબદ્ધ

ભુજ શહેરના હૃદય સમાન હમીરસર તળાવમાં વરસાદી પાણી ઉપરવાસથી 12થી 15 કિલોમીટરનું લાંબુ અંતર કાપીને અાવે છે, જેથી તેનો વિશાળ પ્રવાહ અને ગતિ જળવાઈ રહે અે જરૂરી છે. પરંતુ, હમીરસર તળાવની અે અાવના કુદરતી વહેણમાં છેલ્લા દોઢ બે દાયકાથી ઈજનેરી કાૈશલ્ય વિના બાંધકામ થઈ ગયા છે, જેથી વિશાળ પ્રવાહ ફંટાઈ જાય છે અને ગતિ જળવાતી નથી. અેવા પ્રાથમિક તારણ સાથે નગરપતિ ઘનશ્યામ અાર. ઠક્કરે ઉચ્ચ કક્ષાઅે અહેવાલ મોકલી કાયમી ઉકેલ શોધવા કટિબદ્ધતા વ્યક્ત કરી છે.

હમીરસર તળાવમાં 70 ટકા પાણી લક્કી ડુંગરથી અાવે છે. જેને 12થી 13 કિલોમીટરનું લાંબું અંતર કાપવું પડે છે. અે સિવાય 20 ટકા જેટલું પાણી ચાંગલાઈ રખાલમાંથી અાવે છે. જેને પણ 15 કિલોમીટર જેટલું લાંબું અંતર કાપવું પડે છે. અેટલું લાંબું અંતર કાપવા વિશાળ પ્રવાહ હોય જળવાઈ રહેવો જોઈઅે તો જ વિશાળ પ્રવાહના જોરે જોશભેર અાગળ વધી હમીરસર તળાવ સુધી પહોંચી શકે. પરંતુ, વિશાળ પ્રવાહને તોડી નાખતા બાંધકામ થઈ ગયા છે, જેથી પાણી જોશભેર હમીરસર તળાવ સુધી પહોંચી શકતું નથી. ચાંગલાઈ રખાલનું પાણી કચ્છ યુનિવર્સિટીવાળા માર્ગેથી અાવતું હતું.

પરંતુ, કચ્છ યુનિવર્સિટી બની જવાથી વિશાળ પ્રવાહને જોશભેર વહેવા માટે પૂરતો વિશાળ માર્ગ રહ્યો નથી. જો હમીરસર તળાવના વહેણને નજરમાં રાખીને કચ્છ યુનિવર્સિટીનું બાંધકામ કરાયું હોત તો અેક દોઢ દાયકાથી ભારે વરસાદ છતાંય હમીરસર તળાવ વેળાસર ન અોગનવાની જે સમસ્યા સર્જાઈ છે અે ન સર્જાઈ હોત.

અેવા પ્રાથમિક તારણ સાથે નગરપતિઅે વધુમાં ઉમેર્યું હતું કે, હમીરસર તળાવની અાવને અવરોધતી દીવાલ અને દીવાલ નીચે નાના નાના પાઈપે પાણીના પ્રવાહની વિશાળતા અને ગતિ ઘટાડી નાખ્યા છે. અેના ઉકેલ રૂપે અે જગ્યાઅે વિશાળ પુલ બનાવવાની અાવશ્યકતા છે. વડા પ્રધાન નરેન્દ્ર મોદીઅે જ્યારે તળાવો બનાવવા અને જીવંત રાખવાની વાત કહી છે ત્યારે અે દિશામાં સંશોધનની ખૂબ જ અાવશ્યકતા છે, જેમાં હું મારો યોગદાન અાપવા કટિબદ્ધ છું.

યુનિવર્સિટીમાં જ બે મોટા બિનઉપયોગી તળાવ શા માટે
નગરપતિઅે જણાવ્યું હતું કે, યુનિવર્સિટીમાં હમીરસર તળાવની અાવના પાણી રોકી લેતા બે મોટા તળાવ બનાવી દેવાયા છે, જેમાં હમીરસર તળાવની અાવનું પાણી અટકી જાય છે. અેટલું જ નહીં પણ બાકીના પાણીનો વિશાળ પ્રવાહ નાનો થઈ જાય છે અને પાણીની વહેવાની ગતિ પણ ઘટી જાય છે, જેથી વરસાદી પાણી હમીરસર તળાવ સુધી પહોંચતું નથી.

હમીરસર સાથે શહેરીજનોની લાગણી જોડાયેલી છે
નગરપતિ ઘનશ્યામ અાર. ઠક્કરે વધુમાં જણાવ્યું હતું કે, રાજાશાહીના વખતથી લોકોની લાગણી હમીરસર તળાવ સાથે જોડાયેલી છે. શ્રાવણી મેળાઅો પણ હમીરસર કાંઠે ભરાય છે. લોકો અઠવાડિક રજા ઉપરાંત તહેવારો સમય હમીરસર કાંઠે અેકઠા થાય છે, જેમાં સાતમ અાઠમના મેળા અને દિવાળીની ઉજવણી સમયે તો ભારે ભીડ જામતી હોય છે. શહેરને ખુલ્લી જગ્યાઅેથી શુદ્ધ હવા અેકમાત્ર હમીરસર કાંઠે જ મળે છે, જેથી લોકો ઉનાળામાં રાત્રે હવા ખાવા પણ હમીરસર કાંઠે જ અાવે છે. લોકોની અે ભાવના સમજીને હમીરસર તળાવને જીવંત રાખવા કટિબદ્ધ છું. લોકોને પણ હમીરસ તળાવની અાવ અાડે રૂકાવટ સર્જતા અવરોધો અટકાવવા જાગૃતિ બતાવવી પડશે. જો કોઈના ધ્યાનમાં હોય તો મારું ધ્યાન ખેંચી શકે છે.

અન્ય સમાચારો પણ છે...