• Gujarati News
  • Local
  • Gujarat
  • Kutch
  • The Manager Of The Highway Construction Company Demanded Extortion Money To Keep The Goods, The Complaint Was Threatening To Kill Him.

ચિત્રોડના સરપંચ પુત્રનું કારસ્તાન:ધોરીમાર્ગ નિર્માણ કરતી કંપનીના મનેજરને માલસામાન રાખવા પૈસાની ખંડળી માંગી, જાનથી મારી નાખવાની ધમકી આપતા ફરિયાદ

કચ્છ (ભુજ )10 દિવસ પહેલા
  • કૉપી લિંક

રાપર તાલુકાના ચિત્રોડ ગામના મહિલા સરપંચના પુત્ર સામત વેલા ખોડે પોતાના ત્રણ સાગરીતો સાથે મળીને સાંમખીયાળીથી સાંતલપુર સુધીના ધોરીમાર્ગનું કામ કરી રહેલી કંપનીના મેનેજરને ગામના પ્લોટમાં માલસામાન રાખવા માટે છરી બતાવી પૈસાની ખંડળી માંગી હતી. તેમજ પૈસા નહી આપોતો જાનથી મારી નાખવાની ધમકી આપી હોવાની ફરિયાદ આડેસર પોલીસ મથકે નોધાવાઈ હતી. પોલીસે ફરાર આરોપીને ગણતરીના કલાકોમાં સાગરીતો સાથે ઝડપી લઈ આગળની કાર્યવાહી હાથ ધરી છે. હિસ્ટ્રીસીટર આરોપીના કારસ્તાનથી રાપર પંથકમાં ચકચાર ફેલાઈ ગઈ હતી.
માર્ગ નિર્માણ માટેની સાધન સામગ્રી રાખવા ખંડળી માંગી
આડેસર પોલોસમાં નોંધાયેલી ફરિયાદ અનુસાર આરોપી સામત વેલા ખોડ ગત સોમવારે સાંજે ત્રણ સાગરીતો સાથે ઘટનાસ્થળે પહોંચી આ કામના ફરિયાદી અને વી.પી. શેઠિ કન્ટ્રક્શન કંપનીના મેનેજર શિવકુમાર થળકરી મૂળ રહેવાસી મહારાષ્ટ્ર હાલે લાકડીયાને ગામના પ્લોટમાં ભાડેથી રાખેલી જમીન પર ડામર તથા માર્ગ નિર્માણ માટેની સાધન સામગ્રી રાખવા માટે ઓફિસે પૈસા પહોંચાડી જવા ખંડળીની માગ કરી હતી અને ભય બતાવ્યો હતો કે આમ નહિ કરો તો ગામના લોકોને લઈ આવી તમારી સામે ઉપવાસ પર બેસી જશું. પૈસા આપવાની મનાઈ કરતા આરોપીએ પોતાની પાસે રહેલી છરી બતાવી ફરિયાદીને જાનથી મારી નાખવાની ધમકી પણ આપી હતી.
​​​​​​​ત્રણેય સાગરીતોની અટક કરી આગળની તપાસ હાથ ધરી
ફરિયાદના આધારે આડેસર પીએસઆઇ ભરત રાવલે આરોપીની રણ વિસ્તારમાંથી ત્રણેય સાગરીતોની અટક કરી આગળની તપાસ હાથ ધરી છે. ઉલ્લેખનીય છે કે આ પૂર્વે પણ આરોપી સામે ખંડળી માંગવા સહિતની પાંચ જેટલી પોલીસ ફરિયાદ નોંધાઇ ચુકી છે અને આ સબબ તે પાસા તળે જેલ પણ ભોગવી આવ્યો છે. સૂત્રોના જણાવ્યા મુજબ નાના રણમાં મીઠાના અગરો સામેના ચાલેલા આંદોલનમાં પણ તેણે સક્રિય ભૂમિકા ભજવી હતી.

અન્ય સમાચારો પણ છે...