ભુજ શહેરી શેરી ફેરિયા સંગઠન અને નેશનલ હોકર ફેડરેશન ગુજરાતે શેરી ફેરિયા અધિનિયમના અમલીકરણમાં સ્થાનિક પ્રશાસની અાપખુદશાહી ભર્યા વલણનું કારણ અાપીને લારી, ગલ્લા, કેબિન બંધનો અેલાન કર્યો હતો, જેથી શનિવારે શહેરના જાહેર માર્ગો ઉપર સજ્જડ બંધની અસર જોવા મળી હતી.
શનિવારે સવારે 10 વાગે અેસ.ટી. બસ સ્ટેન્ડ સામે અેકઠા થઈને સભા ભરી હતી, જેમાં મહિનાઅોથી તૈયાર થયેલા વેન્ડિંગ ઝોનમાં પ્રાથમિક સગવડો અાપવામાં અાવતી ન હોવા અંગે, સફાઈ વેરો, લારી, ગલ્લા, કેબિન માટે નિશ્ચિત કરવામાં અાવેલી રકમ માત્ર સ્થાનિક ફેરીયાઅો પાસેથી વસુલ કરવામાં અાવે છે
જ્યારે વિશાળ જગ્યા રોકીને બેઠેલા કેટલાક ચોક્કસ વેન્ડરોને અેમાંથી મુક્તિ અાપવામાં અાવે છે. જેવા વિવિધ મુદ્દે સ્થાનિક પ્રશાસન દરકાર કરતો નથી, જેથી ભુજ શહેર શેરી ફેરીયા સંગઠન અને નેશનલ હોકર ફેડરેશન ગુજરાત દ્વારા તમામ શાકભાજી, ખાણીપીણી, ઠંડા-પીણા, ચા-નાસ્તા, ફળ-ફળાદી વગેરે લારી ગલ્લાવાળાઅોને બંધ રાખવા અેલાન અપાયો છે.
વાણીયાવાડમાં ક્યારેક જ દેખાતો ખુલ્લો રસ્તો v/s ભીંડી બજારમાં લારીઓની ભીડ
ભુજના વાણીયાવાડ ચોક, નવી શાક માર્કેટ થી લઈને ડોસાભાઈ લાલચંદ પ્રતિમા ચોક આગળ થઈને વાણીયાવાડ સ્કૂલ સુધી 40 થી 50 શાકભાજીની લારીઓ ગોઠવાયેલી છે. જેને કારણે અહીં કાયમ ટ્રાફિક જામ હોય છે દ્વિચક્રી વાહનો, રીક્ષા, માલ સામાનના છકડા વગેરેની અવરજવર વખતે કાયમ ભીડ રહેતી હોય છે. હાઇકોર્ટના ફૂટપાથ પર લારીઓ માટે વેપાર નહિ કરવાના આદેશ બાદ શનિવારે લારીગલ્લાવાળા હડતાલ પાડતા અહીંની બધી ગાડીઓએ કામકાજ બંધ રાખ્યું હતું. જો કે, નવી શાક માર્કેટ સામેે ભીંડી બજારમાંં દરેક લારીઓવાળાએ કામકાજ ચાલુ રાખી હડતાલમાં નહોતા જોડાયા એટલે શનિવારે આ વિસ્તારમાં ગિરદી અને ખાલી રસ્તા બંને જોવા મળ્યા હતા.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.