તસ્કરી:શેરડીમાં રસકસની દુકાનના તાળા તોડી 27 હજારનો સામાન તફડાવી જવાયો

ભુજ21 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • તેલ, ખાંડ, બિસ્કિટ, વેફર, બીડી-ગુટખા સહિતના માલની તસ્કરી
  • મધરાત્રે નંબર વગરની સ્વિફ્ટમાં આવેલા 2 શખ્સો ગાડીમાં માલ ભરી ગયા : ઘટના કેમેરામાં કેદ

માંડવી તાલુકાના શેરડી ગામે બંધ દુકાનના તાળા તોડીને રૂ.27 હજારના સામાનની ચોરી કરવામાં આવતા ચકચાર મચી ગઇ છે.ગામમાં લગાવેલા કેમેરા જોતા બે શખ્સો સ્વીફ્ટ ગાડી લઈને આવ્યા અને સામાન ભરીને છુ થઈ ગયા હોવાનું કેદ થયું છે, નાનકડા ગામમાં ચોરીનો બનાવ બનતા સ્થાનિકોમાં પણ ચિંતા વ્યાપી છે.

માંડવી તાલુકાના વાંઢ ગામે રહેતા અને શેરડીમાં અભય ટ્રેડર્સ નામની દુકાન ધરાવતા વેપારી રમેશભાઈ કલ્યાણજી સંઘારે ગઢશીશા પોલીસમાં જણાવ્યું હતું કે,રાતે દુકાન બંધ કરીને ગયા અને સવારે આવીને જોતા દરવાજો ખુલ્લો જોવા મળ્યો હતો જેથી તપાસણી કરતા ગલ્લામાં રહેલા રૂ.2 હજાર જોવા ન મળ્યા તેમજ તપાસ કરતા રૂ 7500 ની કિંમતના સ્વામી કપાસિયા તેલના 3 ડબ્બા,કપાસિયા તેલના 4 હજારના 3 કેરબા,રૂ.2850 ની 75 કિલો ખાંડ, બીડી-પાનમસાલા-તમાકુ, બિસ્કિટ, વેફર, ચાની ભૂકી સહિતનો રૂ 12 હજારનો અન્ય માલ મળી 27,350 ની ચોરી થઈ હતી.જેથી ગામમાં તપાસ કરીને પંચાયત દ્વારા લગાવવામાં આવેલા સીસીટીવી કેમેરા ચકાસવામાં આવતા રાતના અઢીથી 3 વાગ્યાના અરસામાં સ્વીફ્ટ ગાડીમાં આવી 2 શખ્સોએ ચોરી કરી હોવાનું જણાઈ આવ્યું હતું. ગાડીમાં નંબર જોવા મળ્યા ન હતા. તપાસ પીએસઆઇ બી.જે. ભટ્ટને સોંપવામાં આવી છે.

રાપરમાં ઘર પાસેથી ટ્રેક્ટરની ટ્રોલી ચોરાઇ
રાપરના ખડીવાસમાં ઘર પાસે રાખેલી રૂ.40 હજારની કિંમતની ટ્રેક્ટરની ટ્રોલી ચોરી થઇ હોવાની ઘટના પોલીસ ચોપડે નોંધાઇ છે. 71 વર્ષીય ખેડૂત રામજીભાઇ બેચરાભાઇ બેરાભાઇ પટેલે ફરિયાદમાં જણાવ્યું કે,તેમણે જુનામાં લીધેલી ટ્રેક્ટરની ટ્રોલી તેમણે ઘર પાસે તા.5/9 ના રાત્રે 11 વાગ્યે પાર્ક કરી હતી. બીજા દિવસે સવારે તેમના પુત્ર ભરતે તેમને જગાડી આપણી ટ્રોલી કોઇને તમે આપી છે કહેતાં બહાર આવીને જોયું તો ટ્રોલી ગાયબ હતી. તેમણે રૂ.40,000 ની કિંમતની ટ્રેક્ટરની ટ્રોલી ચોરી થઇ હોવાની ફરિયાદ રાપર પોલીસ મથકે નોંધાવી હતી. પીએસઆઇ જી.જી.જાડેજા તપાસ કરી રહ્યા છે.

અન્ય સમાચારો પણ છે...