આયોજન:LLDC ફોક ફેસ્ટીવલ હવેથી વિન્ટર ફેસ્ટિવલના સ્વરૂપે પ્રસ્તુત થશે

ભુજએક મહિનો પહેલા
  • કૉપી લિંક
  • પશુપાલક સમુદાયના આસપાસનું જીવન અને સંસ્કૃતિને બતાવવામાં આવશે
  • 19 થી 23 જાન્યુઆરી દરમિયાન યોજાનારા ઉત્સવમાં લોકનૃત્યો, લોકસંગીત, એક્ઝિબિશન, સાંજા બજાર જેવા આકર્ષણો

કચ્છ અને કચ્છ બહારથી આવતા પ્રવાસીઓ માટે એક અનોખું આકર્ષણ ઊભું કરતા અને દર વર્ષે 19 જાન્યુઆરીથી 23 જાન્યુઆરી દરમિયાન પાંચ દિવસ માટે યોજાતા એલએલડીસી ફોક ફેસ્ટીવલ હવેથી વિન્ટર ફેસ્ટિવલનના સ્વરૂપે પ્રસ્તુત થશે.

અા વખતે લિવિંગ લાઈટલી – જર્નીઝ વીથ પેસ્ટોરાલિસ્ટ્સ” એટલે કે પશુપાલક સમુદાયની સંસ્કૃતિ છે. શ્રુજન એલ.એલ.ડી.સી., સેન્ટર ફોર પેસ્ટોરલસ્ટ્સ અને સહજીવન સાથે મળીને આ પશુપાલક સમુદાયની આસપાસનું જીવન અને સંસ્કૃતિને બતાવવા કટિબદ્ધ બન્યું છે. જેમાં, લીકનૃત્યો, લોકસંગીત, લિવિંગ લાઈટલી એકઝીબિશન, સાંજા બજાર જેવા આકર્ષણો છે. જેમાં વિવિધ હસ્તકળાના નમુનાઓ પ્રદર્શન અને વેચાણ માટે મૂકવામાં આવશે.

19 જાન્યુઆરીના સવારે 11 વાગ્યે વિન્ટર ફેસ્ટિવલને વિધિવત ખુલ્લુ મુકાશે. લિવિંગ લાઈટલી પ્રદર્શની સાથે ફિલ્મ સ્ક્રિનિંગનું પણ આયોજન કરાયુ છે, જેમાં દેશ-વિદેશમાં માલધારીઓ પર બનેલી ફિલ્મ લોકો માણી શકશે. ઉપરાંત તા. 20 અને 21 જાન્યુયારીના 15 રાજયોના માલધારીઓનું સંમેલન પણ યોજાવાનું છે. જેમાં, માલધારી સમુદાયને સ્પર્શતા વિવિધ મુદાઓ પર સંગોષ્ઠિ કરાશે.

આ ફેસ્ટિવલને સાકાર કરવા માટે મુખ્ય સહયોગી એગ્રોસેલ ઇન્ડસ્ટ્રીઝ પ્રા.લિ., સહ-સહયોગી અંશૂલ સ્પેસિયલ્ટી મોલેક્યુલ્સ પ્રા.લિ. તેમજ સહયોગીઓ એક્સેલ ઇન્ડસ્ટ્રીઝ લિ., ટ્રાન્સપેક ઇન્ડસ્ટ્રી લિ., લીલાધર પાસુ ફોરવર્ડર્સ પ્રા.લિ, અને ખીમજી રામદાસ ઈન્ડિયા પ્રા.લિ. નો આર્થિક સહયોગ માંપડ્યો છે. આ મહોત્સવમાં કચ્છ તેમજ કચ્છ બહારના લોકોને અલગ અલગ સ્વરૂપમાં દર્શાવતી આ માલધારીયતને નિહાળવા, માણવા નિમંત્રણ પાઠવવામાં આવ્યું છે.

દરરોજ સાંજે સાંસ્કૃતિક કાર્યક્રમનું અાયોજન
દરરોજ સાંજના એલ.એલ.ડી.સી. પ્રાંગણ સાંસ્કૃતિક કાર્યક્રમથી ધબકતું થશે. જેમાં, તા.19મીના થાન-સુરેન્દ્રનગરનું પાંચાળ રાસ મંડળ, માલધારી સમાજના નૃત્યો રજૂ કરશે સાથે કચ્છનું જાણીતી નુપૂર ડાન્સ એકેડમી પોતાની નૃત્ય રચનાઓ રજૂ કરશે. તા. 20મીના “ભીટાઈ સે ભેટ, જે હઝરત શાહ અબ્દુલ લતીફ ભીટાઈને યાદ કરીને એમના જીવનકર્યો પર આધારિત ફિલ્મ, પુસ્તક વિમોચન, સૂફી સંગીત તેમજ સૈફ સમેજો અને શબનમ વિરમાણી વચ્ચે સંવાદ યોજાશે, એજ દિવસે સાંજે 5.30 વાગ્યે બન્નીના સુમાર કાદુ જતનું ગ્રૂપ વાઈ ગાયકી પ્રસ્તુત કરશે.

જ્યારે ધોરડોના મઝરૂદ્દીન મુતવા અને તેમના સાથી કલાકારો કચ્છનું સૂકી અને સિંધી સંગીત રજૂ કરશે. બિકાનેર-રાજસ્થાનના પ્રખ્યાત સૂફી ગાયક મુખ્તીયાર અલી રચનાઓ ગાઈને સંભળાવશે. તા. 21મીના 5.30 વાગ્યે કબીર પ્રોજેકટથી જાણીતા બેંગ્લોરના શબનમ વિરમણી ભજન અને સૂફી રચનાઓ રજૂ કરશે.

ગુજરાતી લેખક ધ્રુવ ભટ્ટનું “અકૂપાર” નાટક ભજવાશે. તા. 22ના સાંજે લદાખના ચાંગપા માલધારી સમુદાય પોતાનુ પહાડી લોકસંગીત રજૂ કરશે. તો તાલાલા ગીરના માલધારી સમુદાયનું પ્રતિનિધિત્વ કરતા કલાકાર રાજાભાઈ ગઢવીનું ગ્રુપ લોકગીત-સંગીત તથા ગુજરાતી ફિલ્મ સંગીતના ગાયક જીગરદાન ગઢવી પણ ગાયકી રજૂ કરશે. પાંચમા દિવસે કચ્છી લોકસંગીત કલાવારસો ટ્રસ્ટના લોકકલાકારો પીરસવાના છે.

અન્ય સમાચારો પણ છે...