શ્રેષ્ઠ યુવા કારીગર:પર્શિયાથી સિંધના રસ્તે કચ્છ આવેલી રોગાન કળા છેક વાઇટ હાઉસ પહોંચી !

નિરોણા14 દિવસ પહેલાલેખક: વાઘજી આ​​​​​​​હીર
  • કૉપી લિંક
  • ભાસ્કર માટે માસ્ટ હેડ તૈયાર કરનારા રિઝવાન ખત્રીની રોગાન કૃતિ જ વડાપ્રધાન મોદીએ તાજેતરમાં જાપાનના પ્રધાનમંત્રીને ભેટમાં આપી હતી!
  • આજે નિરોણામાં મહિલાઓ પણ રોગાન કળા શીખીને પગભર થઇ રહી છે

કચ્છ પ્રત્યે કુદરત ક્રૃર છે. પરંતુ અહીંના લોકોઅે અા જ કુદરતના વિવિધ રંગોને પોતાની કળામાં ઉતારી છે. દુનિયાના અન્ય કોઇ પ્રદેશમાં હસ્તકળાના અેટલા સ્વરૂપનો વિકાસ નહીં થયો હોય જેટલા વિવિધ સ્વરૂપોનો કચ્છમાં થયો છે ! અાવી જ અેક કળા અેટલે રોગાન. દુનિયામાં અા કળા લુપ્ત થઇ ગઇ છે પણ કચ્છમાં સચવાયેલી છે !

પર્શિયન મુળ ધરાવતી અા કળા હવે તો છેક વોશિંગ્ટન ડીસી સ્થિત વાઇટ હાઉસમાં પહોંચી ગઇ છેે. વડાપ્રધાન નરેન્દ્ર મોદી જ્યારે વર્ષ 2015માં અમેરિકા ગયા ત્યારે રોગાન અાર્ટની ચિત્રકળા અમેરિકી પ્રમુખ બરાક ઓબામાને ભેટ અાપી હતી. તો ભાસ્કર માટે જ માસ્ટ હેડ તૈયાર કરનારા રિઝવાન ખત્રીની જ રોગાન કૃતિ વડાપ્રધાન મોદીએ તાજેતરમાં જાપાનના પ્રધાનમંત્રીને ભેટમાં આપી હતી.

કચ્છના નિરોણા ગામમાં અા કળા ખૂબ વિકાસ પામી છે. રીઝવાનભાઇ ખત્રી કહે છે કે, રોગાનનો અર્થ તેલ થાય છે. અૈતિહાસિક રીતે અા કળા અંદાજે 300 વર્ષ જૂની છે. જેનું મુળ પર્શિયા (હાલનું ઇરાન) છે. ત્યાંથી અા કળા સિંધ થઇ કચ્છમાં અાવી હતી. હાલમાં માત્ર બે ખત્રી પરિવારે અા કળાને જીવંત રાખી છે. તેઅો કહે છે કે રોગાન ચિત્ર માટે રંગો કુદરતી હોય છે. અેરંડાના તેલને ઉકાળવામાં અાવે છે. અા તેલની જેલી બનાવી તેમાં કુદરતી રંગો ઉમેરવામાં અાવે છે.

રોગાનનો અેક નમુનો 24 બાય 17 ઇંચના કાપડ પર બનાવવામાં અાવે છે. જેમાં અંદાજે 10 દિવસનો સમય થાય છે. અને તેનાથી મોટો નમુનો બનાવવો હોય તો ક્યારેક અેકથી ત્રણ મહિના જેટલો સમય પણ થઇ જાય છે. અા કળાના વિકાસ માટે કેન્દ્ર અને રાજ્ય સરકારે પણ વિવિધ સન્માન રિઝવાન ખત્રીને અાપ્યા છે. જેમાં 2021માં તેઅોને રોગાન કળા માટે રાષ્ટ્રીય કમલા દેવી પુરષ્કારથી સન્માનિત કરવામાં અાવ્યા હતાં. તેઅો 2017માં ઈન્દિરા ગાંધી રાષ્ટ્રીય કલા કેન્દ્ર સન્માન, 2016માં ગુજરાત સરકારે શ્રેષ્ઠ યુવા કારીગરનો પુરષ્કાર પણ અેનાયત કર્યો હતો.

અન્ય સમાચારો પણ છે...