રણમાં જળભરાવ:ખડીરના રણમાં પાકિસ્તાન તરફથી આવતા પાણીમાં સતત વધારો થતાં રણ સરોવર બન્યું

કચ્છ (ભુજ )એક મહિનો પહેલા
  • ખડીર-ખાવડા માર્ગ પરના ત્રગળી વિસ્તારના 4 કિલોમીટર સુધીનો માર્ગ ધોવાઈ ગયો

દેશની આંતરરાષ્ટ્રીય પશ્ચિમ સરહદે આવેલા કચ્છના મોટા રણમાં પાકિસ્તાનમાં પડેલા ભારે વરસાદના પાણી આવ્યા બાદ તેમાં સતત વધારો નોંધાયો છે. ખડીર પાસેના રણમાં છેલ્લા ચાર પાંચ દિવસથી પાડોશી દેશમાં આવેલા પુરના પાણી પહોંચી રહ્યા છે. જેના કારણે હાલ મોટા રણનો અમુક વિસ્તાર સરોવર જેવો ભાષી રહ્યો છે. ખડીર - ખાવડા માર્ગ પરના ત્રગળી કાંધવાંઢ વિસ્તારના 4 કિલોમીટર સુધીનો માર્ગ પાણી ફરી વળતા સંપૂર્ણપણે ધોવાઈ ગયો છે. જ્યાં હાલ માત્ર માર્ગ પરના પુલિયા નજરે પડી રહ્યાનું જાણવા મળ્યું છે. જોકે ઉત્તર દિશાએથી આવતા પાણી દક્ષિણ બાજુ વહી રહ્યા છે. જ્યાં આ પાણી પહોંચ્યા બાદ પાણીનું સ્તર ઘટી જવાનું સ્થાનિકે કહ્યું હતું.

રણમાં સરોવર જેવા દ્રષ્યો
જિલ્લાની ઉત્તર પૂર્વ દિશાએ આવેલા ખડીર બેટના મોટા રણ વિસ્તારમાં છેલ્લા થોડા દિવસોમાં પાકિસ્તાન તરફથી આવતા પાણીમાં સતત વધારો થઈ રહ્યો છે. આ વિશે ધોળાવીરા ગામના સરપંચ જીલ્લુંભા સોઢાએ જણાવ્યું હતું કે અહીંના રણ વિસ્તારમાં વ્યાપક પાણી આવી ચડતા ખડીર થી ખાવડાનો માર્ગ બંધ થઈ ગયો છે. ખાસ કરીને માર્ગ પરના ત્રગડી, કાંધવાંઢ પાસે નીચા સ્તરે થયેલા માટી કામના કારણે 4 કિલોમીટર જેટલો માર્ગ સંપૂર્ણપણે ધોવાઈ ગયો છે. અને આ માર્ગ પર હાલ માત્ર વચ્ચે રહેલા પુલિયા દેખાઈ રહ્યા છે. તેમજ સાંતલપુર તરફના માર્ગે પણ પાણીમાં વધારો થયો. જ્યાં સુધી આ પાણી ખાલી પડેલા દક્ષિણ વિસ્તારમાં નહિ પહોંચે ત્યાં સુધી અહીં પાણીનું સ્તર વધેલું રહી શકે છે. હાલ ઉત્તર દિશાએથી આવતા પાણી દક્ષિણ તરફ વહી રહ્યા છે. અલબત્ત પાડોશી રાષ્ટ્રમાં વ્યાપક વરસાદના પાણી મોટા રણમાં ઘૂસી આવતા હાલ રણ સરોવર જેવા દ્રષ્યો ખાડા થયા છે.

<

અન્ય સમાચારો પણ છે...