જસ્ટિસ ફોર દેવરામ:નર્સિંગ કોલેજના આપઘાત પ્રકરણની તપાસને આજે મહત્વની દિશા મળશે

ભુજ22 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • પોલીસ દ્વારા મંગાયેલી વિગતો અને સીસીટીવી કેમેરાના ફૂટેજ કચ્છી લેવા પટેલ નર્સિંગ કોલેજ દ્વારા અપાયા
  • કોલેજના ​​​​​​​પ્રોફેસરોની બી ડિવિઝન પોલીસમાં થશે પૂછપરછ

કચ્છી લેવા પટેલ નર્સિંગ કોલેજના વિદ્યાર્થી દેવરામ વરચંદે ભુજમાં અગ્નિસ્નાન કરી લીધું હતું.જે કેસમાં આજે થનારી પોલીસ તપાસ મહત્વપૂર્ણ બની રહેશે.અત્યારસુધી વિદ્યાર્થીઓના નિવેદન લેવાયા છે આજે કોલેજના પ્રોફેસરો સહિતના અન્ય સ્ટાફને ભુજ બી ડિવિઝન પોલીસ મથકે બોલાવી પૂછપરછ કરવામાં આવશે. મહિલા પ્રોફેસર અને પ્રિન્સિપાલના ત્રાસથી આપઘાત કરવામાં આવ્યો હોવાનો આક્ષેપ છે.

હાલમાં બી ડિવિઝન પોલીસ મથકે એડી દાખલ કરવામાં આવી હોઇ તેની તપાસ સંદર્ભે શુક્રવારે પોલીસ દ્વારા કોલેજ પાસેથી સીસીટીવી ફૂટેજ,સ્ટાફ અને વિદ્યાર્થીઓની માહિતી,હાજરી રેકોર્ડ સહિતની વિગતો મંગાઈ હતી.જે શનિવારે આપવામાં આવી છે.જેના આધારે આજે રવિવારે નર્સિંગ કોલેજના પ્રોફેસરોને પૂછપરછ માટે બી ડિવિઝન પોલીસમાં બોલાવવામાં આવ્યા છે.જેઓના નિવેદન બાદ આગળની કાર્યવાહી નક્કી થશે.

કચ્છ યુનિવર્સિટીના સતાધીશોએ યુજીસીના નિયમનો પણ ભંગ કર્યો
આવા કિસ્સામાં યુજીસીના નિયમો પ્રમાણે યુનિવર્સિટીએ કોલેજ અને જવાબદારો સામે કડક કાર્યવાહી કરવાની થતી હોય છે.જેથી બીજીવાર આવી ઘટના ન બને પણ હોબાળા બાદ જાગવાની પ્રણાલી સાથે સંકળાયેલી કચ્છ યુનિવર્સિટીએ મોતના 4 દિવસ બાદ પણ કોઈ પગલાં ભર્યા નથી.જેથી યુનિવર્સિટીના સતાધીશો સામે પણ વિદ્યાર્થીઓમાં નારાજગી ફેલાઈ છે.

અન્ય સમાચારો પણ છે...