રજૂઆત:મહેકમ 31 જુલાઈની સ્થિતિએ ગણાશે, પ્રા. શિક્ષકો બદલીથી બચશે

ભુજ20 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • અગાઉ 30 જૂન અંતિત ગણવા સૂચના અપાઇ હતી : સચિવને રજુઅાત બાદ નિર્ણય લેવાયાનો રાજ્ય સંઘનો દાવો

મહેકમ 30 જૂન અંતિત ગણાય તો શિક્ષકોના ઓવર સેટ અપ થવાના કિસ્સા વધે તેમ હતા. આના બદલે 31 ઓગસ્ટ સુધીનો સમયગાળો હોય તો ત્યાં સુધી લગભગ તમામ બાળકોનું શાળાઓમાં નામાંકન થઈ જાય અને શિક્ષકો પણ વઘના કારણે અન્યત્ર બદલીથી બચી શકે. જે ધ્યાને લઈને રાજ્ય સંઘે સચિવ પાસે રજૂઆત કરી હતી. જે બાદ મહેકમ 31 જુલાઈની સ્થિતિએ ગણવા નિર્ણય લેવાયો છે. અેવો દાવો કરાયો હતો.

છેલ્લા ઘણા વર્ષોથી રાજ્યની પ્રાથમિક શાળાઓમાં ફરજ બજાવતા શિક્ષકોનું મહેકમ 31 ઓગસ્ટની સ્થિતિએ શાળામાં અભ્યાસ કરતા વિદ્યાર્થીઓની સંખ્યાને આધારે મંજૂર કરવામાં આવતું હતું. ચાલુ વર્ષે 13 જૂનથી શાળાઓનું નવું શૈક્ષણિક સત્ર શરૂ થયેલ હતું ત્યારે જો મહેકમ 30 જૂન અંતિત ગણાય તો શિક્ષકોના ઓવર સેટ અપ થવાના કિસ્સા વધે તેમ હતા.

બાળકો સ્થળાંતર કરતા હોઈ પ્રવેશ લેતા નહોતા
રાજ્યમાં ઘણા એવા દુર્ગમ અને અંતરિયાળ વિસ્તારો છે જ્યાં અલગ અલગ પરિસ્થિતિના કારણે વાલીઓ બાળકો સાથે સ્થળાંતર કરતા હોય છે ત્યારે આટલા ટૂંકા સમગાળામાં તમામ પ્રવેશપાત્ર બાળકો શાળાઓમાં સ્વાભાવિક રીતે પ્રવેશ મેળવી શકે નહીં. આના બદલે 31 ઓગસ્ટ સુધીનો સમયગાળો હોય તો ત્યાં સુધી લગભગ તમામ બાળકોનું શાળાઓમાં નામાંકન થઈ જાય અને શિક્ષકો પણ વઘના કારણે અન્યત્ર બદલીથી બચી શકે. આ તમામ કારણોના લીધે ચાલુ વર્ષે રાજ્યની પ્રાથમિક શાળાઓમાં શિક્ષકોનું મહેકમ 30 જૂનના બદલે 31 ઓગસ્ટ અંતીત ગણવા ગુજરાત રાજ્ય પ્રાથમિક શિક્ષક સંઘના પ્રમુખ દિગ્વિજયસિંહ જાડેજા તથા મહામંત્રી સતીશ પટેલ દ્વારા રાજ્યના શિક્ષણ સચિવ ડૉ. વિનોદ રાવ સમક્ષ રજૂઆત કરવામાં આવી હતી.

અન્ય સમાચારો પણ છે...