માર્ગની સમસ્યા:નખત્રાણાના નાના અંગીયા ગામના આંતરિક માર્ગો જર્જરિત હોવાથી વાહનચાલકોને કાયમી હાલાકી

કચ્છ (ભુજ )11 દિવસ પહેલા
  • કૉપી લિંક

નખત્રાણા તાલુકાના નાના આંગિયા ગામના આંતરિક માર્ગો વર્ષો પહેલા નિર્માણ પામ્યા બાદ હાલ બિસ્માર બની જતા નવનિર્માણની રાહ જોઈ રહ્યા છે. તંત્રની ઉદાસીનતાના કારણે અહીંથી પસાર થતા વાહનચાલકોને પારાવાર હાલાકીનો સામનો કરવો પડે છે. માર્ગ પરથી ઉખડી ગયેલી કાંકરી, ખાડા અને ઊડતી રજકણ લોકો માટે સમસ્યા સર્જી રહ્યા છે. જેને લઈ વાહનમાં નુકશાન થવું, ટાયરમાં પકચર પડવા અને અકસ્માતના બનાવો બની રહ્યા છે . લોકો પણ આ માર્ગ હવે ક્યારે બનશે તેની અવઢવમાં પરેશન બન્યા છે. સંબધિત તંત્ર દ્વારા આ માર્ગ સમસ્યા અંગે યોગ્ય નિવારણ લાવે એવી માગ ઉઠી છે.

નાના અંગીયાથી જિંદાય, મોટા અંગિયા, શિવમ પાટીયા અને નખત્રાણા તરફના રસ્તાઓ વર્ષો પહેલા બન્યા છે.હવે વાહનોની અવરજવર વધવાના કારણે મોટાભાગના રસ્તાઓ ખખડધજ થઈ ગયા હોવાથી, વાહન ચાલકો પારાવાર મુશ્કેલી અનુભવે છે. ઠેક ઠેકાણે મોટા ખાડાઓ પડી ગયા છે.અમુક જગ્યાએ ડામર રોડમાંથી ડામર નીકળી જવાના કારણે માત્ર કોન્ક્રીટની કાંકરી જ દેખાય છે. વાહન ચાલકોને પારાવાર મુશ્કેલી પડી રહે છે. તંત્ર દ્વારા તાકીદે માર્ગ નિર્માણનું કાર્ય હાથ ધરવામાં આવે એવી માગ કરવામાં આવી છે.

અન્ય સમાચારો પણ છે...