વિવાદ:બીમાર મહિલાને આઈસીડીએસના પ્રોગ્રામ ઓફિસરે ફરી કહ્યું હાજર થાવ

ભુજ17 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • સોમવારે 108 દ્વારા હોસ્પિટલમાં દાખલ કરાયા છતાં કહેવાયું મેડિકલ રિપોર્ટ નથી
  • જ્ઞાતિના યુવાનો દ્વારા સારવાર માટે ભુજથી અંજારની હોસ્પિટલમાં રિફર કરાયા હતા

અંજાર તાલુકા પંચાયતમાં મદદનીશ તાલુકા વિકાસ અધિકારીમાંથી ભુજ શહેરમાં જિલ્લા પંચાયત સ્થિત આઈ.સી.ડી.એસ. શાખાના કચેરી અધિક્ષક (અગેઈન પોસ્ટ) તરીકે મુકાયા બાદ અંજનાબેન શાંતિલાલ કોટકે મેડિકલ લીવ મૂકી. પરંતુ, તેમની રજામાં કાપ મૂકી હાજર થઈ જવા હુકમ કરાયો હતો. તેઅો સોમવારે થયા હતા અને તેમનું સ્વાસ્થ્ય કથળતા 108 બોલાવી હોસ્પિટલ લાઈઝ કરાયા હતા. અામ છતાં આઈ.સી.ડી.એસ. શાખાના પ્રોગ્રામ ઓફિસરે તેમને બુધવારે પત્ર લખી ગુરુવારે હાજર થઈ જવા હુકમ કર્યો હતો, જેથી તેઅો માનસિક ત્રાસદી અનુભવી રહ્યા હોવાનું કહ્યું હતું.

બીમાર મહિલા અધિકારીનો આક્ષેપ છે કે, તેમને અંજાર તાલુકા પંચાયત કચેરીમાં અણછાજતી માંગણી કરી પજવવામાં આવતા હતા. પણ તાબે ન થયા એટલે એમને અપાયેલી કથિત ધમકી મુજબ એમની ભુજ સ્થિત જિલ્લા પંચાયતમાં બદલવામાં આવ્યા હતાં. જ્યાં પણ તેમને પજવવામાં આવશે એવી ધમકી અાપવામાં આવી હતી, જેના કારણે તેઓ માનસિક ત્રાસ અને ડર અનુભવવા લાગ્યા હતા.

બીમાર હોવા છતાં આઈ.સી.ડી.એસ. કચેરીમાં ફરજ ઉપર હાજર થઈ જવા દબાણ કરાયું હતું. ફરજ દરમિયાન ઊલ્ટી બાદ તેઓ ઢળી પડ્યા હતા અને 108 બોલાવી ભુજની જી.કે. જનરલ હોસ્પિટલમાં સારવાર માટે લઈ જવાયા હતા. ડી.ડી.ઓ.એ સાજા થાવ ત્યારબાદ આવવા મંજુરી આપી હતી. અામ છતાં બુધવારે આઇસીડીએસ વિભાગે નોટિસ અાપી ગુરુવારે હાજર થયા કહ્યું છે.

22 જૂન સુધી મેડિકલ લીવ મૂકી છે પરંતુ તબીબી પ્રમાણપત્ર નથી જોડ્યા : પ્રોગ્રામ અોફિસર
પ્રોગ્રામ અોફિસર ઈરાબેન ચાૈહાણને પૂછતા તેમણે જણાવ્યું હતું કે, તેમણે 22 જૂન સુધી મેડિકલ લીવ મૂકી છે. પરંતુ, તબીબી પ્રમાણપત્ર નથી જોડ્યા અેટલે રજા મંજુર કરવી કે નહીં અે નિર્ણય લેવાનો બાકી છે.

અન્ય સમાચારો પણ છે...