કામ સંપન્ન:નિરોણામાં બનેલું ગ્રામહાટ 4 મહિનાથી ઉદ્દઘાટનની રાહમાં

નિરોણાએક મહિનો પહેલા
  • કૉપી લિંક
  • 4 કરોડના ખર્ચે સુવિધાસભર હાટનું એપ્રિલમાં કામ સંપન્ન

નખત્રાણા તાલુકાના નિરોણામાં 4 કરોડના ખર્ચે ગ્રામહાટનું નિર્માણ કરાયું છે, જેનું કામ પૂર્ણ થયાને 4 મહિના જેટલો સમય થવા અાવ્યો છતાં તેનું લોકાર્પણ ન કરાતાં અનેક તર્ક-વિતર્ક વહેતા થયા છે. ભાતીગળ લોક સંસ્કૃતિને ઉજાગર કરવાની સાથે હસ્તકલા ક્ષેત્રે નિરોણા ગામે દેશ-દુનિયામાં નામના મેળવી છે.

રાજ્ય સરકારના પ્રવાસન વિભાગ દ્વારા નિરોણામાં 4 કરોડના ખર્ચે ગ્રામહાટનું નિર્માણ કરવામાં અાવ્યું છે. ગામના તમામ સમાજના લોકોની કલા, ભાતીગળ સંસ્કૃતિ અને અાધુનિક ટેકનિકનો ઉપયોગ કરીને અાબેહુબ ગ્રામ્ય સંસ્કૃતિના દર્શન થાય તેવા પ્રકારના મહત્વાકાંક્ષી ગ્રામહાટનું કામ અેપ્રિલ-2022માં પૂર્ણ કરી દેવાયું છે.

અચા હાટ નિર્માણ પામ્યા ને 3 મહિના થઇ ગયા છતાં લોકાર્પણ ન કરાતાં અનેક તર્ક-વિતર્ક વહેતા થયા છે. અચા અંગે નિરોણા જૂથ ગ્રામપંચાયતના સરપંચ નરોત્તમ અાહીરનો સંપર્ક કરતાં તેમણે અા અંગે સત્તાવાર રીતે કોઇ જાણકારી ન હોવાનું જણાવી વધુમાં ઉમેર્યું હતું કે, બિન સત્તાવાર રીતે અચા હાટનું સંચાલન ગ્રામપંચાયતને સોંપાય તેવી શક્યતા છે. જો કે, પ્રવાસન વિભાગના કેયૂર શેઠનો સંપર્ક કરતાં તેમણે જણાવ્યું હતું કે, અા હાટનો કબ્જો લેવા કલેક્ટરને લેખિત અાદેશ કરાયો છે, અને હાટનું સંચાલન કલેક્ટરના વડપણ હેઠળની કમિટી કરશે.

ગ્રામપંચાયતની મર્યાદિત અાવકમાંથી સંચાલન અશક્ય
સ્થાનિક કારીગરોના કહેવા મુજબ ગ્રામહાટ અાધુનિક કક્ષાનું છે, જેથી તેની જાળવણી અને સંચાલન માટે દર મહિને મોટી રકમની જરૂરત પડે તેમ છે. જો ગ્રામપંચાયતને સંચાલન અપાય તો પંચાયતની મર્યાદિત અાવકમાં સંચાલન મુશ્કેલ છે. પ્રવાસન વિભાગ દ્વારા તેનું સંચાલન કરાય અથવા તો પ્રવાસન વિભાગ તેના સંચાલન માટે ફંડ અાપે કે, હસ્તકળા ક્ષેત્રે પ્રખ્યાત કોઇ સંસ્થાને સંચાલન સોંપાય તે જરૂરી છે. કરોડોના ખર્ચે બનેલું હાટ ખંડેર બને તે પહેલા તેની જાળવણી થાય તે માટે પ્રવાસન વિભાગ અાગળ અાવે તે જરૂરી છે.

અન્ય સમાચારો પણ છે...