ચાલક વિરૂધ ફરિયાદ:અકસ્માતમાં વાંકુના માજી સરપંચનો પગ કપાયો, પુત્રીને ફ્રેકચરની ઇજા

ભુજએક મહિનો પહેલા
  • કૉપી લિંક
  • નાસી ગયેલા ફોરવ્હીલરના ચાલક સામે નોંધાવાયો ગુનો

નલિયા પીજીવીસીએલની ઓફિસ સામે દસ દિવસ પૂર્વે બનેલા માર્ગ અકસ્માતના બનાવમાં કારની ટકકરે ઘવાયેલા બાઇક સવાર વાંકુ ગામના માજી સરપંચને પગમાં ગંભીર ઇજાઓ થવાથી પગ કપાવવો પડ્યો છે. જ્યારે તેમની દિકરીને પગમાં ફેકચર જેવી ઇજા થતાં બનાવ સંદર્ભે નલિયા પોલીસ મથકમાં નાસી છુટેલા કાર ચાલક વિરૂધ ફરિયાદ નોંધાવાઇ છે.

પ્રાપ્ત વિગતો મુજબ વાંકુ ગામે રહેતા ખેંગારજી જેઠુભા સોઢા અને તેમના દિકરી ભાગેશ્રીબા મોટર સાયકલથી નરાનગર ખાતે લગ્ન પ્રસંગમાંથી ગત 10 મેના બપોરે બે વાગ્યાના અરસામાં તરત વાંકુ જવા માટે મોટર સાયકલ પર જઇ રહ્યા હતા. ત્યારે નલિયા પીજીવીસીએલની ઓફિસ સામેના રસ્તા પર રોંગ સાઇડમાંથી પુરપાટ ઝડપે આવતી કારના ચાલકે કાબુ ગુમાવીને માજી સરપંચ ખેગારભાઇની બાઇકને અડફેટે લઇ બાપ દિકરીને ઇજા પહોંચાડીને કાર ચાલક નાસી ગયો હતો.

આ અકસ્માતમાં માજી સરપંચ ખેંગારભાઇને પગમાં ગંભીર ઇજાઓ થતાં પગ કપાવવો પડ્યો હતો. જ્યારે બાઇકમાં પાછળ બેઠેલા તેમના દિકરીને પગમાં ફેકચર સહિતની ઇજાઓ પહોંચી હતી.

અન્ય સમાચારો પણ છે...