કચ્છ જિલ્લામાં કૉંગ્રેસના સૂપડા સાફ થઈ ગયા છે. જિલ્લાની 6માંથી કૉંગ્રેસ એકપણ બેઠક જીતી નથી. અબડાસા બેઠક પર ભાજપ અને કૉંગ્રેસના ઉમેદવાર વચ્ચે ટક્કર જોવા મળી હતી. જો કે, તેમાં અંતે ભાજપના પ્રદ્યુમનસિંહ જાડેજાની જીત થઈ છે. 2017માં અહીં કૉંગ્રેસ બે બેઠકો જીતી હતી જ્યારે 2022માં એકપણ બેઠક જીતી શકી નથી.
કચ્છ જિલ્લામાં વિજેતા અને પરાજિત ઉમેદવાર
ગાંધીધામમાં EVMના સીલને લઈ કૉંગ્રેસના ઉમેદવારનો હોબાળો
કચ્છ જિલ્લાની ગાંધીધામ બેઠકના ઉમેદવાર ભરત સોલંકી દ્વારા આજે ભુજ ખાતે ચાલી રહેલી મતગણતરી દરમ્યાન તંત્ર સામે ગંભીર આક્ષેપો સાથે નારાજગી દર્શાવી કેન્દ્રની અંદર ધરણાં શરૂ કરી દીધા છે. ઘટનાનું કારણ રાઉન્ડ 5 દરમ્યાન એક ઇવીએમ મશીનનું સીલ તૂટેલી હાલતમાં જોવા મળતા ઉમેદવારે વાંધો જાહેર કર્યો છે. એટલું જ નહી ઇવીએમ સાથે ચેડાં થયા હોવાના ગંભીર આક્ષેપ સાથે ઉગ્ર વિરોધ નોંધાવી પટ્ટા વડે ગળે ટૂંપો ખાવાનો પણ પ્રયાસ કર્યો હતો. જોકે ઘટનાના પગલે બંદોબસ્તમાં રહેલી પોલીસે તેમને અટકાવ્યા હતા.
બેઠક | 2017 | 2022 |
અબડાસા | 67.15% | 63.75% |
માંડવી | 71.16% | 65.19% |
ભુજ | 66.71% | 61.63% |
અંજાર | 68.08% | 64.13% |
ગાંધીધામ | 54.54% | 47.41% |
રાપર | 60.14% | 58.18% |
સરેરાશ | 64.34% | 59.67% |
કચ્છ જિલ્લાની 6 બેઠકોની 2017ની સ્થિતિ
2017 વિધાનસભા ચૂંટણીમાં કચ્છ જિલ્લાની 6 બેઠકની વાત કરીએ તો, અહીં ભાજપનો હાથ ઉપર રહ્યો હતો. 6માંથી 4 બેઠકો ભાજપ જીતવામાં સફળ રહી હતી. જ્યારે કૉંગ્રેસના ફાળે 2 બેઠક ગઈ હતી. જો કે, અબડાસા બેઠકના ધારાસભ્ય પ્રદ્યુમનસિંહ જાડેજાએ કૉંગ્રેસમાંથી અને ધારાસભ્ય પદેથી રાજીનામું આપતા અહીં પેટાચૂંટણી યોજાઈ હતી. જેમાં ભાજપની ટિકિટ પર પ્રદ્યુમનસિંહ જાડેજાની જીત થઈ હતી.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.