ચોરી:કુકમામાં ઘરમાં પરિવાર સુતો હતો ને ચોરો 2.34 લાખની માલમત્તા ચોરી ગયા

ભુજ23 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • તિજોરીમાં રાખેલા 1.73 લાખના સોના ચાંદીના દાગીના, રોકડા 60 હજાર ઉઠાવી ગયા

કુકમા ગામે અયોધ્યા ટાઉનસીપમાં મકાનના ઉપરના માળે પરિવાર સુતો હતો, ને નીચેના રૂમના તાળા તોડી તસ્કરો તિજોરીમાં રાખેલા રૂપિયા 1,73,376ના સોના ચાદીના દાગીના અને રોકડ રૂપિયા 60 હજાર મળીને કુલ રૂપિયા 2,34,376ના મુદામાલની ચોરી કરી જતાં ચકચાર મચી જવા પામી છે. બનાવની જાણ થતાં પધ્ધર પોલીસની ટીમ સ્થળ પર ધસી જઇને નિશાચરોના પગેરા મેળવવા સહિતની છાનબીન હાથ ધરી છે. તો, ચોરીના બનાવથી અહીંના રહેવાસીઓમાં ભારે ફફડાટ ફેલાઇ જવા પામ્યો છે.

પ્રાપ્ત વિગતો મુજબ કુકમા ગામે અયોધ્યા ટાઉનશીપ સોસાયટીમાં રહેતા અને ખેતી ઉપરાંત ગામમાં રામદેવ ઝેરોક્ષ નામની દુકાનધરાવતા મોહનભાઇ કાનજીભાઇ વણકર (ઉ.વ.38)ની ફરિયાદને ટાંકીને પોલીસે જણાવ્યું હતું. બનાવ શુક્રવારની રાત્રીના સાડા બાર વાગ્યાથી શનિવારની સવારના સાડા છ વાગ્યા દરમિયાન બન્યો હતો. અયોધ્યા ટાઉનશીપ સોસાયટીમાં નવા બનાવેલા માલિકનીના ઘરમાં છેલ્લા ત્રણ મહિનાથી તેઓ રહેવા આવ્યા છે.

શુક્રવારે રાત્રીના ફરિયાદી અને તેમનો પરિવાર મકાનના ઉપરના માળે આવેલા રૂમમાં સુવા ગયો હતો. નીચેના રૂમને તાળું મારી દીધુ હતું. રાત વચ્ચે કોઇ અજાણ્યા શખ્સોએ નીચેના રૂમનું તાળું તોડીને અંદર પ્રવેશ્યા હતા. તિજોરીનું લોક તોડી તેમાંથી રોકડ રૂપિયા 60 હજાર અને રૂપિયા 1,73,376કિંમતના સોના ચાંદીના દાગીના મળી કુલે રૂપિયા 2,34,376ના મુદામાલની ચોરી કરી ગયા હતા.સાથે ઘર સામાન રફેદફે કરી નાખ્યો હતો. પધ્ધર પોલીસે બનાવની નોંધ લઇ પીએસઆઇ વી.બી.ઝાલાએ આગળની તપાસ હાથ ધરી છે.

અન્ય સમાચારો પણ છે...