કોઈ પરિવારનો માળો વિખેરાય અથવા કોઈનો વહાલસોયો, માર્ગ અકસ્માતમાં અકાળે પોતાના પ્રાણ ગુમાવે તે પહેલા , નખત્રાણા ભુજ હાઈવે પર આવેલ અને નખત્રાણાથી પાંચેક કિલોમીટરના અંતરે શિવમ પાટિયા તરીકે ઓળખાતા વિસ્તારમાં ભયજનક વળાંકને વાહન ચાલકોની સલામતી માટે વધુ પહોળા કરીને ડિવાઈડર બનાવવામાં આવે તે જરૂરી બની ગયું છે.
નાગલપર પાટીયાથી શરૂ થતા ઢોળાવના કારણે વાહનોની ગતિની માત્રામાં સ્વાભાવિક રીતે જ ખાસો વધારો થતો હોય છે, ત્યારે આ વળાંક પર સામેથી આવતા વાહનો સાથે સામસામે અથડાઈ પડવાની શક્યતાઓ વધી જવાથી આજ સુધી સંખ્યાબંધ અકસ્માતો આ જગ્યાએ નોંધાઈ ગયા છે.
છેલ્લા થોડા સમયથી પશ્ચિમ કચ્છમાં ખાનગી કંપનીઓના આગમન બાદ મોટા ભારે વાહનોની અવર જવર વધી રહી છે.વાહનોની વધુ સંખ્યા, વધુ ઝડપ તેમજ અન્ય કારણોસર ગત મહિને એક જ અઠવાડિયામાં બે અકસ્માતો આ સ્થળ પર થયા હતા.જેમાં મૃત્યુના બનાવો પણ બન્યા છે. ત્યારે હવે કોઈ વહાલસોયા પોતાનો અકાળે જીવ ગુમાવે,તે પહેલાં આ રસ્તાને વધુ પહોળો કરીને વચ્ચે ડીવાઈડર બનાવીને રસ્તો દ્વિમાર્ગીય બનાવી દેવામાં આવે તો વળાંક પર વાહનોની સામસામે ટકરાવાની શક્યતા ઓછી થઇ જાય.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.