ફરિયાદ:રાષ્ટ્રીય રાજપૂત કરણીસેનાના જિલ્લા પ્રમુખને કારમાં બેસાડીને માર મરાયો

ભુજ4 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • શહેર ભાજપ મંત્રી, મા ભારતી ચે. ટ્રસ્ટના ટ્રસ્ટી સામે ગુનો
  • સમાજના કામ બાબતેેની અદાવત રાખી બનાવને અપાયો અંજામ

શ્રી રાષ્ટ્રીય રાજપૂત કરણી સેનાના કચ્છ જિલ્લાના કાર્યકારી અધ્યક્ષને સહયોગનગર પાસેથી કારમાં બેસાડી ઢોર માર મારવામાં આવ્યો હતો.સમાજમાં થતા કામનું મનદુઃખ રાખીને બનાવને અંજામ આપવામાં આવ્યો હતો.શ્રી રાષ્ટ્રીય રાજપૂત કરણી સેનાના કચ્છ જિલ્લાના કાર્યકારી અધ્યક્ષ મેહુલરાજ ભરતસિંહ રાઠોડે શહેર એ ડિવિઝન પોલીસમાં ફરિયાદ દાખલ કરતા જણાવ્યું હતું કે,ભુજ શહેર ભાજપના મંત્રી હિરેન રાઠોડે ફોન કરીને મળવાનું કહ્યું હતું અને ઈનોવા કાર લઈને સહયોગનગર એકતા સુપર માર્કેટ ખાતે આવ્યો હતો.

કારમાં મા ભારતી ચેરિટેબલ ટ્રસ્ટના ટ્રસ્ટી ભરત સોલંકી નામનો શખ્સ પણ બેઠો હતો બંને જણાએ વાત કરવાના બહાને ફરિયાદીને ઇનોવામાં બેસાડયો હતો અને થોડે દૂર લઈ જઈ કારને લોક કરીને તું રાજપૂત સમાજવાડીમાં જે કાર્યક્રમ થતા હોય તેમાં આડો આવતો નહીં તેમ કહીને માર માર્યો હતો.

માર મારતી વખતે ભરતે ધમકી આપી હતી કે ‘હું મા ભારતી ચેરિટેબલ ટ્રસ્ટનો ટ્રસ્ટી છું, હિરેન ભુજ શહેરનો મેઈન છે. તું અમારું કંઈ ઉખાડી નહીં શકે, તને અને તારા પરિવારને જીવતાં મૂકીશું નહી’ બાદમાં આરોપીઓએ કાર હંકારી મૂકી હતી. જો કે, એકતાનગર ચોકડીએ કાર ધીમી પડતાં ફરિયાદી કારનો દરવાજો ખોલી જીવ બચાવવા માટે બહાર કૂદી ગયા હતા ત્યારે પણ આરોપીઓએ જાહેરમાં માર માર્યો હતો.

અપહરણની કલમો ન લગાડાઈ હોવાનો આક્ષેપ
ફરિયાદી મેહુલરાજે જણાવ્યું કે,આરોપીઓ દ્વારા વિશ્વાસમાં લઇને અપહરણ કરી માર મારવામાં આવ્યો હતો તેમ છતાં એ ડિવિઝન પોલીસે અપહરણની કલમ લગાડી નથી.જે મુદ્દે પણ સવાલ કર્યા હતા.

અન્ય સમાચારો પણ છે...