સરહદે આવન જાવન બંધ:ભારે વરસાદે સર્જેલી તારાજીએ સરહદો ‘સીલ’ કરી

ભુજ3 મહિનો પહેલા
  • કૉપી લિંક
  • સીમાની બંને બાજુ વરસાદી પાણી ભરાઈ જતા રણ બની ગયું દરિયો - બીએસએફએ કહ્યું, દરેક મોસમમાં ફરજ માટે સીમાઓ પર અમે તૈયાર !
  • લખપત તાલુકામાં સીમા ચોકી તરફ જવાના શિણાપર અને પીપર-ખીરસરા રોડ ભારે વરસાદમાં ધોવાઈ ગયા

કાંઠાળપટ્ટીમાં ભારે વરસાદના કારણે ઠેકઠેકાણે પાણી ભરાઈ ગયા છે તેમાં કચ્છના મોટા રણમાં ભારત-પાકિસ્તાનની બોર્ડર પર આવેલા વિસ્તારમાં વરસાદી પાણી ભરાઈ જતા રણ દરિયો બની ગયો હોય તેવું લાગી રહ્યું છે એકબાજુ સરહદની તાર અને બીજીતરફ વરસાદી પાણી વચ્ચે વરસાદે સર્જેલી વિપરીત પરિસ્થિતિમાં બીએસએફના જવાનોએ જુસ્સાભેર કહ્યું કે,કોઈપણ પરિસ્થિતિમાં અમે દેશની સુરક્ષા માટે ખડેપગે તૈયાર છીએ.

એકતરફ સરહદે વરસાદી પાણી ભરાઈ ગયા છે બીજીતરફ બોર્ડર સિક્યુરિટી ફોર્સની ચોકીએ જવા માટે ઉપયોગમાં લેવાતા રસ્તાઓ ધોવાઇ ગયા છે જેમાં લખપતમાં શિણાપર રોડ ધોવાઈ જતા બંને તરફે બીએસએફના વાહનોનું આવન જાવન અટકી ગયું છે તો પીપર થી ખીરસરાને જોડતા રોડની સાઈડો પાણીમાં ધોવાઇ ગઈ છે જેના કારણે આવન જાવન જોખમભર્યું છે.સીમાવર્તી વિસ્તારમાં બીએસએફની ચોકીએ જવા માટે આ એકમાત્ર રસ્તા છે જેથી યુદ્ધના ધોરણે રસ્તાઓ બને તે જરૂરી છે.

અન્ય સમાચારો પણ છે...