• Gujarati News
  • Local
  • Gujarat
  • Kutch
  • The Desert Between Ekal And Bambalaka In Kutch's Wagad Has Turned Into A Lake Due To Rainwater, Creating Picturesque Scenery.

રણ બન્યું સરોવર:કચ્છના વાગડના એકલથી બાંભળકા વચ્ચેનું રણ વરસાદી પાણીની આવકથી સરોવર જેવું બન્યું, નયનરમ્ય દૃશ્યો સર્જાયા

કચ્છ (ભુજ )23 દિવસ પહેલા
  • રણને નિહાળવા મોટી સંખ્યામાં પ્રવાસીઓ પહોંચી રહ્યા છે

પૂર્વ કચ્છના વાગડ વિસ્તારમાં આવતા યાત્રાધામ એકલ માતાજી મંદિરથી ખડીરના બાંભળકા વચ્ચેનું રણ હાલ વરસાદના પાણી ભરાઈ જવાથી સરોવર જેવું દેખાઈ રહ્યું છે. સામાન્ય દિવસોમાં નમકાચ્છીદ દેખાતું સફેદ રણ હાલ અફાટ જમીનમાં ફેલાયેલા વરસાદી પાણીથી નયનરમ્ય બન્યું છે. એકલથી 18 કિલોમીટર દૂર આવેલા બાંભળાકા સુધીમાં હાલ પાલર પાણી લહેરાઈ રહ્યું છે. જેના કારણે કચ્છમાં એક તરફ હરિયાળીનો માહોલ છવાયો છે તો બીજી તરફ સૂકું રણ પાણીદાર ભાષી રહ્યું છે. જોકે દર વર્ષે સર્જાતા આ નજારાને જોવા સ્થાનિક લોકો રણકાંઠાની મુલાકાત લેતા હોય છે.

સુરખાબ પક્ષીઓ પણ અહીં વિસામો લેતા હોય છે
તાલુકા મથક ભચાઉથી અંદાજિત 150 કિલોમીટર દૂર આવેલા દુર્ગમ ખડીર બેટના બાંભળાકા સુધીનું અંતર આગામી સમયમાં મંજુર થયેલા એકલ મંદિરથી બાંભળકા સુધીના માર્ગને લઈ ભચાઉથી બાંભળકા માત્ર 65 કિલોમીટરના અંતરે આવી જશે. એવા રણ વિસ્તારમાં દર વરસાદે અહીં સરોવર જેવા દૃષ્યો સર્જાય છે. હવે તો કચ્છના મોંઘેરા મહેમાન સુરખાબ પક્ષીઓ પણ અહીં વિસામો લેતા જોવા મળતા હોય છે.

અન્ય સમાચારો પણ છે...