ભાસ્કર બ્રેકિંગ‎:જૂના વાહનો વેચનાર ડિલર હવે ગાડીના હંગામી માલિક કહેવાશે, વેચાવા સુધી તેના નામે રહેશે

ભુજએક મહિનો પહેલાલેખક: મીત ગોહિલ
  • કૉપી લિંક
  • કેન્દ્ર સરકારે નોટિફિકેશન બહાર પાડ્યું : ગુજરાતમાં એકાદ મહિનામાં અમલીકરણની શકયતા
  • અગાઉ ગાડી વેચાય નહીં ત્યાં સુધી આરસી બૂકમાં નામ ટ્રાન્સફર ન થવાથી વાહનમાલિકને છેતરપિંડીનો ભય રહેતો

દિનપ્રતિદિન વધતી મોંઘવારીના કારણેકારણે લોકો નવા વાહનની ખરીદી કરવાના બદલે જુના વાહનોની ખરીદી કરતા હોય છે ત્યારે તેના ખરીદ-વેચાણના નિયમમાં સરકારે ધરખમ ફેરફાર કર્યા છે.જેનાથી પ્રક્રિયામાં સરળતા આવવા સાથે ડિલરોની જવાબદારીમાં વધારો થયો છે.જુના વાહનોનું ખરીદ-વેચાણ કરતા ડિલર જ્યાં સુધી ગાડી વેચાય નહીં ત્યાં સુધી તેના હંગામી માલિક કહેવાશે. અગાઉ ગાડી વેચાય નહિ ત્યાં સુધી આરસી બુક મૂળ માલિકના નામે જ રહેતી જેથી ઘણીવખત કઈક અઘટિત થવામાં વાહનમાલિકને ભય રહેતો.પણ હવેથી જવાબદારી ડીલરની નક્કી થશે.

વેપારમાં સરળતા અને ડીલરો દ્વારા નોંધાયેલા વાહનોના વેચાણ અને ખરીદીમાં પારદર્શિતાને પ્રોત્સાહન આપવા માટે કેન્દ્ર સરકારના માર્ગ પરિવહન અને ધોરીમાર્ગ મંત્રાલય દ્વારા તાજેતરમાં નોટિફિકેશન બહાર પાડવામાં આવ્યું છે.જેમાં દરેક બાબતો સમાવિષ્ટ કરાઈ છે.

હવેથી જુના વાહનોના ડીલરોને આરટીઓ કચેરીમાંથી માન્યતા પ્રમાણપત્ર લેવું ફરજિયાત છે. પ્રમાણપત્ર પાંચ વર્ષની સમયમર્યાદા માટે આપવામાં આવશે અને ડીલરને જુના વાહનની આરસી, ફિટનેસનું પ્રમાણપત્ર, ડુપ્લિકેટ આરસી, એનઓસી તેમજ માલિકીના સ્થાનાંતરણ માટે અરજી કરવા સક્ષમ બનાવશે. કેન્દ્ર સરકારે નોટિફિકેશન બહાર પાડી દીધું છે અને ગુજરાતમાં પણ એકાદ મહિનામાં અમલીકરણ શરૂ થઈ જાય તેવી શકયતા છે.અમલીકરણ પૂર્વે આરટીઓ વિભાગ દ્વારા વાહન ડીલરોને બોલાવી નવી પ્રક્રિયાની સમજૂતી આપવામાં આવશે.

આ રીતે ડીલર રજીસ્ટર્ડ વાહનનો માલિક બનશે
નવી માર્ગદર્શિકામાં વાહનના વિક્રેતા પર વપરાયેલ વાહનના વેચાણમાં પારદર્શિતા સુનિશ્ચિત કરવાની જવાબદારી પણ મુકી છે.તેઓએ MoRTH ના ઓનલાઈન પોર્ટલ પર ફોર્મ 29C દ્વારા ડીલરને તેમજ રજીસ્ટ્રેશન ઓથોરિટીને રજિસ્ટર્ડ વાહનની સોંપણી વિશે જાણ કરવાની રહેશે. ફોર્મ 29C સબમિટ કરવાથી સ્વચાલિત પ્રક્રિયા દ્વારા સ્વીકૃતિ નંબર બનાવવામાં આવશે.એકવાર આ એક્નોલેજમેન્ટ નંબર જનરેટ થઈ જાય, પછી ડીલરને રજિસ્ટર્ડ મોટર વાહનનો એકમાત્ર માલિક માનવામાં આવશે અને જ્યાં સુધી વાહન નવા માલિકના નામે ટ્રાન્સફર ન થાય ત્યાં સુધી તે કોઈપણ ઘટના માટે જવાબદાર રહેશે.

જો નિયમપાલન ન થાય તો ડીલરની અધિકૃતતા રદ થઈ શકે
નવા ફેરફારો પ્રમાણે જો નવી માર્ગદર્શિકાઓનું પાલન ન થાય તો જુના વાહન ડીલરના અધિકૃતતા પ્રમાણપત્રને સસ્પેન્શન અથવા રદ કરવા માટેની જોગવાઈ પણ છે.

- વાહન ખરીદ-વેચાણમાં વચેટીયા પ્રથા દૂર થશે
નવી માર્ગદર્શિકા રજિસ્ટર્ડ વાહનોના વચેટિયાઓ અથવા ડીલરોને ઓળખવામાં મદદ કરશે તેમજ આવા વાહનોના વેચાણ અથવા ખરીદી સમયે થતી છેતરપિંડીની પ્રવૃત્તિઓ સામે સુરક્ષા આપશે.

- ટેસ્ટ ડ્રાઇવ માટે આવતા વ્યક્તિઓનો ડેટા પણ સાચવવો પડશે
નિયમનકારી માપદંડ તરીકે ઇલેક્ટ્રોનિક વાહન ટ્રિપ રજિસ્ટરનો ઉપયોગ ફરજિયાત કરવામાં આવ્યો છે.જેમાં ડીલરની દુકાને કોઇ ગ્રાહક આવે અને ટેસ્ટડ્રાઇવ માટે વાહન લઈ જાય અથવા અન્ય કોઈ હેતુ હોય તેવા સંજોગોમાં ટ્રિપનો હેતુ, ડ્રાઇવર, સમય, માઇલેજ વગેરે વિશેની માહિતીની નોંધ કરવી પડશે.

આરસી બૂક ખોવાઈ જાય તો ડુપ્લીકેટ બનાવવાની સતા ડીલરોને અપાઇ
આરસી બુક ખોવાઈ જાય તેવા સંજોગોમાં ડુપ્લિકેટ આરસી બનાવવાની સતા િડલરોને અપાઇ છે તેમજ ફિટનેસ પ્રમાણપત્ર,એનઓસી અને મોટર વાહનની માલિકી ટ્રાન્સફર કરવા માટે અધિકૃત હશે.હાલમાં કોઈ વાહનમાલિક ગાડી વેચવા આવે તો તેનો કબ્જો અને આરસી બુક લઇ ટીટીઓ ફોર્મમાં સહી કરાવી લેવાય છે ઘણી વખત વાહન 6 મહિને પણ વેચાતું હોય છે પણ હવે તે નહિ ચાલે. નવા નિયમથી વાહન માલિક અને વિક્રેતા બન્નેને ફાયદો થશે તેવો અનુમાન લગાવામાં આવ્યું છે.

અન્ય સમાચારો પણ છે...