તપાસ:નેત્રા પાસેના તળાવમાંથી વેપારી યુવકની લાશ મળી આવતા ચકચાર

ભુજએક મહિનો પહેલા
  • કૉપી લિંક
  • પરોઢે ઘરેથી નીકળ્યા અને બીજા દિવસે સવારે મૃતદેહ મળ્યો
  • પોલીસે બનાવ ​​​​​​​પાછળનું કારણ જાણવા તપાસ શરૂ કરી

નખત્રાણા તાલુકાના નેત્રા ગામે રહેતા અને ગામમાં દુકાન ચલાવી વેપાર કરતા 30 વર્ષીય યુવાન ગુરૂવારે વહેલી સવારે ઘરેથી નીકળી ગયા બાદ પરિવારજનો શોધખોળના અંતે ગામ નજીકના તળાવમાંથી મૃત હાલતમાં મળી આવતાં પોલીસે બનાવ સબંધિત તપાસ શરૂ કરી છે.

પોલીસ મથકેથી પ્રાપ્ત વિગતો મુજબ નેત્રા ગામે રહેતા અને ગામમાં જ સ્ટેશનરીની દુકાન ઘરાવતા ફીરોઝ ઓસમાણ કુંભાર નામના વેપારી પોતાના ઘરેથી સવારે પાંચ સાડા પાંચ વાગ્યાના અરસામાં નીકળી ગયા બાદ મોડી રાત સુધી પરત ન આવતાં પરિવારજનોએ શોધખોળ કર્યા પછી નખત્રાણા પોલીસ મથકમાં ગુરૂવારે સાંજે પુત્રની ગુમ નોંધ દાખલ કરાવી હતી. દરમિયાન શુક્રવારે સવારે નેત્રા ગામ નજીક આવેલા સીતળા માતાજીના મંદિર પાસે આવેલા તળાવમાંથી ફીરોજની લાશ મળી આવી હતી.

જેને તાત્કાલિક બહાર કાઢીને નખત્રાણા સીએચસીમાં લઇ જવાતાં જયાં ફરજ પરના તબીબે મૃતઘોષિત કર્યો હતો. બનાવ અંગે તપાસ કરી રહેલા નખત્રાણા પોલીસ મથકના હેડ કોન્સ્ટેબલ શબીરઅલી મહમદકરીમ બાયડએ જણાવ્યું હતું. કે, મૃતક પરણિત છે. ગુરૂવારે વહેલી સવારે તેમને તેમના પિતાએ નમાજ અદા કરવા જવા માટે જગાડ્યો હતો. બાદમાં મૃતક ઘરેથી નીકળ્યા બાદ ગુમ થઇ ગયો હતો. જો કે, ફીરોઝ શા કારણથી તળાવમાં ડૂબી ગયો તે અંગે હજુ સુધી તેમના પરિવારજનોને જાણ નથી કે, હજુ સુધી કોઇ કારણ જાણવા મળ્યું નથી.તપાસ ચાલી રહી છે.

અન્ય સમાચારો પણ છે...