ક્રાંતિગુરૂ શ્યામજી કૃષણ વર્મા કચ્છ યુનિવર્સિટીમાં અવાર નવાર વિવાદો સામે અાવતા હોય છે. અગાઉ બે વખત પદવીદાન સમારોહની તારીખ રદ્દ કર્યા બાદ થોડા દિવસ પૂર્વે જાહેર કરાયેલી 18 તારીખ પણ રદ્દ કરાઇ છે. અોનલાઇન પદવીદાન સમારોહને બદલે હવે 22મીઅે અોફલાઇન સમારોહ રાજયપાલ અને રાજયના શિક્ષણમંત્રીની હાજરીમાં ભુજની મહિલા કોલેજ ખાતે યોજાશે.
છેલ્લા બે વર્ષથી કોરોના મહામારીને કારણે કચ્છ યુનિવર્સિટી દ્વારા અોનલાઇન પદવીદાન સમારોહ યોજાય છે. અગાઉ બે વખત પદવીદાન સમારોહની તારીખ રદ્દ કરવામાં અાવી હતી. થોડા દિવસ પૂર્વે પદવીદાન સમારોહ અોનલાઇન કચ્છ યુનિવર્સિટી ખાતે તા.18મી જૂનના યોજાશે તેવી જાહેરાત કરવામાં અાવી હતી. અાંતરીક સુત્રોઅે કહ્યું હતું કે, 18મી પી.અેમ. નરેન્દ્ર મોદી ગુજરાતમાં હોવાના કારણે કચ્છ યુનિવર્સિટીની પદવીદાન સમારોહ ચાર દિવસ ઠેલાયો છે.
અામ હવે પદવીદાન સમારોહ અાગામી 22મી તારીખે ભુજની મહિલા કોલેજ ખાતે યોજાશે. અગાઉ બે વખત તારીખ રદ્દ થયા બાદ હવે ત્રીજી તારીખ પણ રદ્દ થતા તારીખ પે તારીખ જેવો તાલ સર્જાયો છે. પરીક્ષા નિયામક દ્વારા અખબારી યાદીમાં અગાઉ જણાવાયું હતું કે, 11મો પદવીદાન સમારોહ 18મી યોજાશે જેમાં અલગ અલગ વિદ્યાશાખાના 5698 વિદ્યાર્થીઅોને પદવી અપાશે, અને અા સમારોહ અોનલાઇન યોજાશે.
જો કે હવે નવી તારીખ અંગે રજીસ્ટાર ડો. જી. અેમ. બુટાણી સાથે વાત કરતા તેમણે કહ્યું હતું કે, પી.અેમ. નરેન્દ્ર મોદી 18મી તારીખે ગુજરાતમાં હોવાથી કચ્છ યુનિવર્સિટીનો અોનલાઇન પદવીદાન સમારોહ ચાર દિવસ બાદ અોફલાઇન રાખવામાં અાવ્યો છે. રાજયપાલ અાચાર્ય દેવવ્રત તેમજ રાજયના શિક્ષણમંત્રી જીતુભાઇ વાઘાણી, વિધાનસભા અધ્યક્ષા તેમજ અનેક પદાધિકારીઅોની ઉપસ્થિતિમાં ભુજની મહિલા કોલેજ ખાતે યોજાશે.
હવે ચોથી તારીખમાં પણ તારીખ ન પડે તેવી ચર્ચા
તારીખ પે તારીખ ડાયલોગ કચ્છ યુનિવર્સિટીના પદવીદાન સમારોહ માટે લાગુ પડે છે. છેલ્લા બે વર્ષથી કોરોનાને કારણે અોનલાઇન કાર્યક્રમ યોજાતું હતું. 11મો પદવીદાન સમારોહ માટે અગાઉ બે તારીખ રદ્દ થઇ હતી તો હવે 18મી તારીખ પણ રદ્દ થતા 22મી તારીખ ફાઇનલ થઇ છે. અામ હવે ચોથી તારીખમાં પણ અાગામી દિવસોની તારીખ ન પડે તેવી ચર્ચા વહેતી થઇ છે.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.