ચકચારી હનીટ્રેપ કેસમાં મુખ્ય આરોપી જયંતી ઠક્કર અને તેના ભાણેજ કુશલ ઠક્કરના રિમાન્ડ પૂર્ણ થતા જામીન અરજી અદાલતે નામંજુર કરી હતી.આ ઉપરાંત મુંબઈથી આવેલાની પૂછપરછ દરમિયાન તબિયત લથડતા વધુ સારવાર માટે બીજા દિવસે શહેરની ખાનગી હોસ્પીટલમાં ખસેડવામાં આવ્યા છે.
આ કેસમાં હજુ પણ પોલીસ દ્વારા તપાસનો ધમધમાટ ચાલી રહ્યો છે અને પૂછપરછ પણ કરવામાં આવી રહી છે. આદિપુરના ફાયનાન્સર અનંત ઠક્કરને હનીટ્રેપ કેસમાં ફસાવવા મુદ્દે અમદાવાદથી પકડાયેલા મામા-ભાણેજને ભુજની અધિક ચીફ કોર્ટમાં રજુ કરી પોલીસે ત્રણ દિવસના રિમાન્ડ મેળવ્યા હતા.
રિમાન્ડ પુરા થયા બાદ આરોપીઓને ફરીથી આજે કોર્ટમાં રજુ કરાતા આરોપીઓએ કરેલ જામીન અરજી કોર્ટે દલીલો સાંભળ્યા બાદ હનીટ્રેપ કેસમાં મુખ્ય સૂત્રધાર હોવાથી તેમજ આ કેસમાં આરોપી વિરુધ્ધ પુરાવો મળી આવતા બન્ને આરોપીઓના જામીન નામંજૂર કર્યા હતા.આ કામે મૂળ ફરિયાદીના એડવોકેટ તરીકે આર.એસ.ગઢવી અને ખેતશી.પી.ગઢવી હાજર રહ્યા હતા.
બીજી તરફ આ જ ચર્ચાસપદ હનીટ્રેપ કેસમાં મુંબઈથી નિવેદન આપવા શનિવારથી આવેલા જોષી બંધુઓની પૂછપરછ દરમિયાન કચ્છ લડાયક મંચના રમેશ જોષીની તબિયત રવિવારે લથડતા સારવાર માટે હોસ્પિટલમાં ખસેડાયા હતા.જેમને વધુ સારવારની જરૂર હોતા ભુજની ખાનગી હોસ્પિટલ લઇ જવામાં આવ્યા હોવાનું એલસીબી પીઆઈ સંદીપસિંહ ચુડાસમાએ ભાસ્કર સાથેની વાતચીતમાં જણાવ્યું હતું.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.