ચૂંટણીનો હિસાબ:આચારસંહિતાના અંચળા હેઠળ હરીફ ઉમેદવારોએ ચૂંટણીનો હિસાબ આપ્યો

ભુજ3 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • એક-એક રૂપિયાનો હિસાબ આપવાનો હોય છે ત્યારે વાસ્તવિકતા છે જગજાહેર
  • ભરત સોલંકી 7.22 લાખ અને પ્રદ્યુમનસિંહ જાડેજા 7.20 લાખ વાપરી નાખ્યા

14મી વિધાનસભાની સામાન્ય ચૂંટણીના જંગમાં ઉભેલા હરીફ ઉમેદવારો દ્વારા અાચારસંહિતાના અંચળા હેઠળ અત્યાર સુધી અેટલે કે, તા.21-11 સુધી કરેલા ખર્ચનો હિસાબ અાપ્યો છે પરંતુ વાસ્તવિકતા તો જગજાહેર છે. ખાસ કરી, ભાજપ, કોંગ્રેસ અને અામ અાદમી પાર્ટીના ઉમેદવારોઅે લાખો ખર્ચી નાખ્યા છે.

વિધાનસભા સભાની સામાન્ય ચૂંટણીના હરીફ ઉમેદવારોઅે દરરોજનો હિસાબ ત્રણ તબક્કામાં ખર્ચ નિરીક્ષક સમક્ષ રજૂ કરવાનો હોય છે. પ્રથમ તબક્કામાં ઉમેદવારોઅે કરેલા ખર્ચનો હિસાબ અાપ્યો છે અને ઉમેદવારો બીજા તબક્કાનો ખર્ચ અાજે તા.24-11, ગુરૂવારના અાપશે.

પ્રથમ તબક્કામાં ઉમેદવારોઅે અાપેલા હિસાબની વિધાનસભાવાર વાત કરીઅે તો અબડાસા મત વિસ્તારમાં ભાજપના પ્રદ્યુમનસિંહ અેમ. જાડેજાઅે રૂ.7,20,460, કોંગ્રેસના મામદ જુંગ જતે રૂ.4,12,189, અામ અાદમી પાર્ટીના વસંત વાલજીભાઇ ખેતાણી રૂ.55,940, અપક્ષ ઉમેદવારો રજાક અલીમામદ ઉઠાર રૂ.37,500, હકુમતસિંહ જુવાનસિંહ જાડેજા રૂ.22,340, માંડવી બેઠક પર ભાજપના અનિરૂધ્ધ ભાઇલાલ દવેઅે રૂ.4,02,811, કોંગ્રેસના રાજેન્દ્રસિંહ અે. જાડેજા રૂ.41,815, અામ અાદમી પાર્ટીના કૈલાશકુમાર કે. ગઢવીઅે રૂ.2,94,772, અેઅાઇઅેમઅાઇઅેમના મહમદ ઇકબાલ માંજલિયા રૂ.15,207, ભુજ બેઠક પરના કોંગી ઉમેદવાર અરજણ દેવજીભાઇ ભુડિયાઅે રૂ.1,37,505 જયારે ભાજપના ઉમેદવાર કેશુભાઇ શિવદાસ પટેલે સિલક રૂ.30,02,835 બતાવી અને ખર્ચ રૂ.3,52,399 કર્યો છે.

અન્ય ઉમેદવારોમાં અામ અાદમી પાર્ટીના રાજેશ કેશરા પિંડોરિયાઅે રૂ.2,78,655, અંજાર બેઠકના કોંગ્રેસના ઉમેદવાર રમેશ સામજીભાઇ ડાંગરે રૂ.3,25,195, ભાજપના ત્રિકમ બીજલભાઇ છાંગા અંદાજિત રૂ.5,06,716, અામ અાદમી પાર્ટીના અરજણ ચનાભાઇ રબારી રૂ.33,400, ગાંધીધામ મત વિસ્તારમાં કોંગ્રેસના ભરત વેલજીભાઇ સોલંકીઅે રૂ.7,22,545 વાપરી નાખ્યા છે, અને તેમણે સિલક રૂ.2,00,143 બતાવી છે.

ભાજપના ઉમેદવાર માલતીબેન કિશોરભાઇ મહેશ્વરીઅે રૂ.6,64,032 ખર્ચી નાખ્યા છે અને સિલક રૂ.4,49,664 બતાવી છે. રાપર મત ક્ષેત્રમાં કોંગ્રેસના ઉમેદવાર ભચુભાઇ ધરમશી અારેઠિયાઅે રૂ.5,54,280 અને ભાજપના વીરેન્દ્રસિંહ બહાદુરસિંહ જાડેજાઅે રૂ.2,86,341 વાપરી નાખ્યા છે. આજે તારીખ 24-11 ના હરીફ ઉમેદવારો દ્વારા બીજા તબક્કાના ખર્ચના હિસાબો જાહેર કરવામાં આવશે.

કઇ-કઇ જગ્યાઅે મુરતિયાઅોઅે કર્યો છે ખર્ચ
ચૂંટણી જંગના મેદાનમાં રહેલા હરીફ ઉમેદવારોઅે ડિપોઝિટની રકમ ઉપરાંત મંડપ, ખુરશી, સ્ટેજ, ગ્રીન કંતાન, ટેબલ, સાઉન્ડ સિસ્ટમ, પાણીના જગ, સોફા, ટેબલ પંખા, પોસ્ટર, ભોજન, જનરેટર, અેરકુલર, વીઅાઇપી ખુરશી, પાણીની બોટલ, ચા, કોપી, તલવાર, શાલ, વર્તમાનપત્રોમાં અપાયેલી જાહેરાતો, પ્રચાર માટે દોડતા વાહનોમાં પેટ્રોલ, ડિઝલ વગેરે પાછળ ખાસ કરીને ભાજપ, કોંગ્રેસ અને અામ અાદમી પાર્ટીના ઉમેદવારોઅે લાખોમાં ખર્ચ કરી નાખ્યો છે.

રોકડેથી માત્ર 10 હજાર સુધીનો કરી શકાય છે ખર્ચ : ચેકબુક મળી ન હોઇ અનેકના ચુકવણા બાકી
નિયમ મુજબ જે-તે ઉમેદવાર રોકડેથી ખર્ચ માત્ર રૂ.10 હજાર સુધી કરી શકે છે અને તેનાથી ઉપર કરેલા ખર્ચના ચુકવણા ચેકથી કરવાના હોય છે, અા માટે જે-તે ઉમેદવારોઅે અલગથી બેન્ક ખાતું ખોલાવવાનું હોય છે. અત્યાર સુધી જાહેર કરેલા ખર્ચના હિસાબોમાં મોટાભાગના ઉમેદવારોઅે ખોલાવેલા બેન્ક ખાતાની ચેકબુક ન મળી હોઇ ચુકવણા બાકી હોવાનું જણાવ્યું છે.

મુખ્ય પક્ષોને બાદ કરતા અમુક ઉમેદવારોઅે તો માત્ર ડિપોઝિટની રકમ સિવાય કોઇ ખર્ચ નથી કર્યો
મુખ્ય પક્ષો ભાજપ, કોંગ્રેસ, અામ અાદમી પાર્ટી, અેઅાઇઅેમઅાઇઅેમ, બહુજન સમાજ પાર્ટી સિવાયના અમુક પક્ષો અને અપક્ષ ઉમેદવારોઅે તો માત્ર ડિપોઝિટ પેટે ભરવાની થતી રકમ સિવાય અન્ય કોઇ ખર્ચ ન કર્યો હોવાનું જાહેર કર્યું છે.

અન્ય સમાચારો પણ છે...