તૈયારી:કોંગ્રેસે ડિસેમ્બરના કાર્યક્રમોની ચર્ચા કરવા અત્યારે કારોબારી બોલાવી

ભુજ25 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • 5/12ના રાહુલની ગુજરાતમાં સભા, 10/12ના બંધનું દુર્ઘટના આયોજન
  • અમદાવાદમાં લાખોની મેદની માટે કચ્છમાંથી કાર્યકરો મોકલાશે

કચ્છ જિલ્લાના ગાંધીધામમાં જિલ્લા કોંગ્રેસે અમદાવાદમાં 5મી ડિસેમ્બરે રાહુલની સભા અને રેલી ઉપરાંત 10મી ડિસેમ્બરે મોંઘવારીના વિરોધમાં ગુજરાત બંધના અાયોજન માટે વિસ્તૃત કારોબારી બોલાવી હતી, જેમાં કચ્છના કાર્યકરો મોકલવા ચર્ચા થઈ હતી. જે માટે પૂર્વ તૈયારીનું અાયોજન કરાયું હતું.જિલ્લા કોંગ્રેસ પ્રમુખ યજુર્વેન્દ્રસિંહ જાડેજાઅે જણાવ્યું હતું કે, અમદાવાદના રિવરફ્રન્ટમાં 5મી ડિસેમ્બરે રાહુલની રેલી બાદ સભાનું અાયોજન કરાયું છે, જેમાં 25 લાખ લોકોની મેદની અેકત્ર થશે, જેમાંથી કચ્છ જિલ્લામાંથી પણ વિશાળ સંખ્યામાં કાર્યકરો પહોંચી જશે.

અેવી જ રીતે 10મી ડિસેમ્બરે મોંઘવારીના વિરોધમાં બંધને સફળ બનાવવા પ્રજાને જોડાવવા સમજાવાશે. કચ્છ જિલ્લામાંથી વધુમાં વધુ સંખ્યામાં અાગેવાનોને તાલુકા, શહેર, પાંખ સેલ, ચૂંટાયેલા પ્રતિનિધિઅોને વિગતવાર જવાબદારી સોંપાઈ હતી. તેમણે વધુમાં જણાવ્યું હતું કે, અમદાવાદમાં અભૂતપૂર્વ સંખ્યામાં લોકો અેકઠા થઈ વિધાનસભાની ચૂંટણીના પ્રચારનો પ્રારંભ થશે.

ગુજરાત સાથે કચ્છ બંધ માટે વેપારી, ખેડૂતો, સ્વૈચ્છિક સંસ્થાઅોને જોડવા માટે અાયોજન થઈ રહ્યું છે.બેઠકમાં વી. કે. હુંબલ, અાદમ ચાકી, નવલસિંહ જાડેજા, વાલજી દનિચા, પુષ્પા સોલંકી, સંજય ગાંધી રમેશ ડાંગર, ભરત સોલંકી, યોગેશ પોકાર, ભરત પાતારિયા, ઘનશ્યામ ભાટી, નરેશ પહેલવાન, સમીપ જોશી, અલ્પેશ ઝરુ, ભીખુ સોલંકી, રાજકુમાર જૈફઅે સૂચનો કર્યા હતા. પ્રારંભમાં ગની માંજોઠીઅે સાૈને અાવકાર્યા હતા. સંચાલન ચેતન જોષીઅે અને અાભારવિધિ સંજય ગાંધીઅે કરી હતી. અેવું જિલ્લા પ્રવકતા ગની કુંભારે જણાવ્યું હતું.

અન્ય સમાચારો પણ છે...