આવેદન:કાંઠા ચોવીસી મેઘવાળ સમાજના પ્રમુખ સહિત 4 સામે ફરિયાદ ખોટી

સામખિયાળી20 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • ભચાઉ તા.ના ન્યાય સમિતિના ચેરમેને નોંધાવી હતી ફોજદારી
  • સમાજના આગેવાનોએ ફરિયાદ રદ્દ કરવાની માંગ સાથે DySPને આપ્યું આવેદનપત્ર

લાકડિયા પોલીસ મથકે કાંઠા ચોવીસી મેઘવાળ સમાજ પ્રમુખ અન્ય ચાર હોદ્દેદારો પર સમાજના નાણાનો ભ્રષ્ટાચાર બાબતે ભચાઉ તાલુકાના ન્યાય સમિતિના ચેરમેનદ્વારા કરાયેલી ફરિયાદ રદ કરવાની માંગ સાથે કાંઠા ચોવીસી મેઘવાળ સમાજ દ્વારા ભચાઉ ડીવાયએસપીને આવેદનપત્ર આપવામાં આવ્યું હતું.

ભચાઉ તાલુકાના ન્યાય સમિતિના ચેરમેન અને જંગી રહેતા વસરામભાઇ આલાભાઇ સોલંકીએ નોંધાવેલી ફરિયાદમાં જણાવ્યા મુજબ, તેમના વીસ ગામ કંઠા ચોવીસીના ભચાઉ તાલુકા અને રાપર તાલુકાના વીસ ગામના સમાજની તા.7 એપ્રિલ 2022 ના રોજ શ્રી કાંઠા ચોવીસી ગુર્જર મેઘવાળ સમાજની મળેલી બેઠકમાં સમાજના પ્રમુખ જીતુભાઇ ઉર્ફે ધરમશીભાઇ ભાણાભાઇ દાફડા તથા ચાર હોદ્દેદારો વિરૂધ્ધ સમાજના લોકો પાસેથી નાણા ઉઘરાવી છેતરપિંડી આચરી હોવાનું જણાવાયું હતું. તા.31/10 ના રોજ કરાયેલી આ ફરીયાદ તદ્દન પાયા વીહોણી હોવાનું જણાવી સમાજના આગેવાનોએ આ ફરિયાદ રદ્દ કરવાની માંગ સાથે ભચાઉ ડીવાયએસપીને આવેદન પત્રપાઠવી રજુઆત કરી હતી.

અન્ય સમાચારો પણ છે...