આદેશ:ઓનલાઇન શોપીંગમાર્ટ પર ફ્રીજની ખરીદીનો ઓર્ડર કેન્સલ કર્યો છતાં કંપનીએ રિફંડ ન આપ્યું

ભુજ5 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • જિલ્લા ગ્રાહક તકરાર નિવારણ ફોરમનો કંપનીને મુળ રકમની સાથે વ્યાજ ચુકવવા આદેશ

અોનલાઇન ખરીદીનો અોર્ડર કેન્સલ કરવા છતાં ફ્લીપકાર્ટ કંપનીઅે ચુકવેલ રકમ રીફંડ ન અાપતાં ગ્રાહકે કરેલી ફરિયાદમાં જિલ્લા ગ્રાહક તકરાર નિવારણ ફોરમે કંપનીની િવરૂધ્ધમાં ચુકાદો અાપ્યો હતો. અરજદારને મુળ રકમ સાથે વ્યાજ સાથે ચુકવવા જણાવાયું છે.

અા કેસની હકીકત અેવી છે કે, ગ્રાહક અોમસિંઘ હરીસિંઘે અોનલાઇન ખરીદીની અેપ્લીકેશન ફ્લીપકાર્ટ ઇન્ટરનેશનલ પ્રા.લી.માંથી રૂ.16,999ની કિંમતનો ગોદરેજ કંપનીનું રેફ્રીજરેટર પોતાના ડેબીટકાર્ડ ઉપરથી સ્ટેટ બેન્ક અોફ ઇન્ડિયા પાસેથી લોન મેળવી ખરીદીનો અોર્ડર અાપ્યો હતો. ત્યારબાદ ગ્રાહકે ગમે તે કારણોસર તે અોર્ડર કેન્સલ કરાવ્યો હતો તેમ છતાં પણ ફ્લીપકાર્ટ કંપની દ્વારા ગ્રાહકે ચુકવેલી રકમ રીફંડ ન કરી રેફ્રીજરેટરની ડિલિવરી પણ ન કરી.

અાથી ગ્રાહકે અવાર-નવાર કંપનીને ઇ-મેઇલ, ફોનથી જાણ કરેલી પરંતુ કંપનીઅે દાદ ન અાપતાં ગ્રાહકે રેફ્રીજરેટર માટે મેળવેલી લોનના હપ્તા પણ કપાવવાના ચાલુ થઇ ગયા હતા પરંતુ કંપનીઅે રીફંડ ન અાપ્યું. અાથી ગ્રાહકે નાછૂટકે જિલ્લા ગ્રાહક તકરાર નિવારણ ફોરમમાં કંપનીની સામે ફરિયાદ કરી હતી, જેની સામે કંપનીઅે જવાબ અાપ્યો હતો.

ફોરમે ગ્રાહકની ફરિયાદ મંજૂર કરી કંપનીની વિરૂધ્ધમાં ચુકાદો અાપી, રીફંડની રકમ રૂ.16,999 ફરિયાદની તારીખથી વાર્ષિક રૂ.9 ટકા વ્યાજ સાથે ગ્રાહકને દિન-30માં ચુકવી અાપવા તેમજ શારીરિક, માનસિક ત્રાસના વળતર પેટે રૂ.2000 અને ફરિયાદ ખર્ચના રૂ.3000 ચુકવવા અાદેશ કર્યો હતો. ગ્રાહકના વકીલ તરીકે દેવાયત અેન. બારોટ, ખીમરાજ ગઢવી વગેરેઅે હાજર રહી દલીલો કરી હતી.

અન્ય સમાચારો પણ છે...