આકરો સવાલ:શહેરની ઝુપડપટ્ટીમાં વીજ જોડાણ ન અપાતા હવે નગરસેવક હરકતમાં

ભુજ22 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • માત્ર ભુજ શહેરમાં જ તઘલખી નિર્ણય કેમ
  • દબાણોમાં પાલિકાની અેન.અો.સી.ના હઠાગ્રહ લોકો ત્રસ્ત

ભુજ નગરપાલિકાના નગરસેવકે કલેકટર પાસે રજુઅાત કરતા જણાવ્યું હતું કે, શહેરના ઝુપડપટ્ટી વિસ્તારોમાં છેલ્લા અેક વર્ષથી રહેણાકના નવા વીજ જોડાણ અાપવામાં અાવતા નથી, જેમાં તપાસ કરતા વીજ કચેરીઅે નગરપાલિકાની અેન.અો.સી.નો હઠાગ્રહ રાખ્યો છે, જ્યારે નગરપાલિકાઅે કલેકટરની સૂચનાથી અેન.અો.સી. અાપવાનું બંધ કર્યું છે. અેવા નિવેદન અાપ્યું છે, જેથી અાપના સ્તરેથી ગરીબ લોકોના હિતમાં હુકમ કરવા અનુરોધ છે.

નગરસેવક હનીફ માંજોઠીના કહેવા મુજબ તેઅો પી.જી.વી.સી.અેલ.માં રજુઅાત કરવા ગયા હતા. ત્યાંના જવાબદાર અધિકારીઅોઅે નગરપાલિકા દ્વારા અપાતી અેન.અો.સી. અાપવાનું બંધ કરાતા વીજ જોડાણ અપાતા નથી. અેવું જણાવ્યું હતું. અરજદાર નગરપાલિકામાં કહેવામાં અાવે છે કે, કલેકટરે અેન.અો.સી. અાપવાની ના પાડી છે. અાવું માત્ર ભુજ શહેરમાં જ અાવું ચાલી રહ્યું છે. ભુજ નગરપાલિકા દ્વારા ઝુપડપટ્ટી વિસ્તારોમાં પણ સેવા સુવિધા ચાર્જ વસુલાય છે.

શહેરમાં અંદાજે 30થી 40 ટકા વિસ્તારમાં ઝુપડપટ્ટી છે. તેમા રહેતા લોકો ભારતીય નાગરિકતા ધરાવે છે. તેમની પાસે ભારતીય નાગરિકોને મળતા મતદાન કાર્ડ, અાધાર કાર્ડ, રાશન કાર્ડ સહિતના અાધાર પુરાવા પણ છે. ગુજરાત સરકાર દ્વારા તમામ સુવિધાઅો પણ અપાય છે. તો પછી વીજ જોડાણથી વંચિત શા માટે રખાય છે.

અન્ય સમાચારો પણ છે...