સવારે છાંટાથી ઠંડક પ્રસરી, મધ્યાહ્ને ગરમીનું જોર:શહેર સવારે બન્યું હિલ સ્ટેશન બપોરે હિટ સ્ટેશનમાં ફેરવાયું

ભુજ9 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • સવારે છાંટાથી ઠંડક પ્રસરી, મધ્યાહ્ને ગરમીનું જોર

સપ્તાહની શરૂઆતે કરાયેલી કમોસમી વરસાદની આગાહી વચ્ચે ભુજમાં વહેલી સવારે જાણે અષાઢી માહોલ જામ્યો હોય તેમ ઘનઘોર વાદળો સાથે વાતાવરણમાં એકાએક પલટો આવ્યો હતો તેની સાથે પવનની સંગાથે છાંટા પડતાં ઠંડક પ્રસરવાથી હિલ સ્ટેશન જેવો માહોલ ખડો થયો હતો પણ બપોરે તડકો નીકળવાની સાથે ગરમી અનુભવાતાં જિલ્લા મથક હિટ સ્ટેશનમાં ફેરવાયું હતું.

સવારે 7 વાગ્યાના અરસામાં વીજળીના કડાકા ભડાકા થતાં ચોમાસા જેમ વરસાદ તૂટી પડશે તેમ જણાઇ રહ્યું હતું તેની વચ્ચે પડેલા છાંટાથી ઠંડક પ્રસરવાની સાથે માર્ગો ભીંજાયા હતા. સવારના 9 વાગ્યા સુધી હિલ સ્ટેશન જેવી ઠંડક અનુભવાઇ હતી પણ બપોરે મહત્તમ પારો 36.6 ડિગ્રી જેટલો ઉંચે ચડી જતાં ગરમીનો મિજાજ જોવા મળ્યો હતો.

અધિકત્તમ તાપમાન સામાન્ય કરતાં બે ડિગ્રી ઉંચું રહ્યું હતું. સવારે ભેજનું પ્રમાણ 58 અને સાંજે 19 ટકા નોંધાયું હતું જ્યારે પવનની ઝડપ પ્રતિ કલાક સરેરાશ 7.5 કિલો મીટર રહી હતી. નલિયા ખાતે ઉંચું ઉષ્ણતામાન 36.4, કંડલા બંદરે 33.2 જ્યારે કંડલા એરપોર્ટ મથકે 32.6 ડિગ્રી નોંધાયું હતું.

અન્ય સમાચારો પણ છે...