કામગીરી:મુખ્ય અધિકારીએ પાલિકાના કર્મીઓને અચાનક બોલાવીને કહ્યું, શિસ્તથી સિસ્ટમને અનુસરો

ભુજ6 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • ફરજ બજાવતી છોકરીઓને મેસેજ થયાના મુદ્દે સી.ઓ.એ ક્લાસ લીધા
  • ફિક્સ વેતનથી સુધરાઇમાં આડેધડ ઉમેરાતા સ્ટાફથી શાખા અધ્યક્ષો પણ પરેશાન

ભુજ નગરપાલિકામાં પદાધિકારીઅોઅે ભલામણોને અનુસરીને ફિક્સ વેતનથી કર્મચારીઅોને અાડેધડ અને બેફામ ભરતી કરી નાખી છે. જેમની પાસેથી કામ લેવામાં શાખા અધ્યક્ષોને પરેશાનથી થઈ રહી છે. જે વચ્ચે બુધવારે બપોરે મુખ્ય અધિકારી જીગર પટેલે અચાનક તમામ કર્મચારીઅોને બોલાવ્યા હતા અને શિસ્તમાં રહી સિસ્ટમને અનુસરવા તાકીદ કરી હતી. જોકે, બીજી તરફ સૂત્રોઅે જણાવ્યું હતું કે, નવનિયુક્ત યુવતીઅોને મેસેજ થયાના મુદ્દે બોલાવ્યાની અટકળો પણ વહેતી થઈ ગઈ છે.

લગભગ બપોરે અેકાદ વાગ્યાની અાસપાસ તમામ શાખા અધ્યક્ષોને મુખ્ય અધિકારીઅે અાદેશ કર્યો હતો કે, તાત્કાલિક તમારા તાબા હેઠળના તમામ કર્મચારીઅો સાથે હાજર થાવ. જે બાદ તેમણે બ્રાન્ચ હેડોને તાકિદ કરી હતી કે, મને અા કર્મચારી નથી જોઈતો, મને મહિલા કર્મચારી નથી જોઈતા. અેવી રજુઅાત નહીં જોઈઅે. તમારા તાબા હેઠળના કર્મચારીઅો પાસેથી કામ લેતા શીખો.

ત્યારબાદ તેમના તાબા હેઠળના કર્મચારીઅોને સંબોધીને કહ્યું હતું કે, શિસ્તમાં રહો અને સિસ્ટમને અનુસરો. અત્રે ઉલ્લેખનીય છે કે, કેટલી યુવતીઅો કામના સમય મોબાઈલમાં પડી હોય છે અને નોકરીઅે લાગ્યા બાદ ચાર ચાર મહિના સુધી કામ શીખવાની દરકાર લેતી નથી. તકલીફ પડે તો ભલામણોનો દોર શરૂ કરાદી દે છે. સૂત્રોઅે કહ્યું હતું કે અેથી મુખ્ય અધિકારી અકળાઈ ગયા છે.

અન્ય સમાચારો પણ છે...