આયોજનની ચર્ચા:હર ઘર તિરંગા અભિયાનની સફળતા માટે ચીફ ઓિફસરે બોલાવી કર્મીઓની બેઠક

ભુજ14 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • આજે ટાઉનહોલમાં તમામ સંગઠનો સાથે આયોજનની ચર્ચા
  • શેરી મહોલ્લામાં વોર્ડ પ્રમાણે વિતરણ કેન્દ્રો રખાશે : સંગઠન ખર્ચ ઉપાડે તો નિ:શુલ્ક વિતરણ

કેન્દ્ર સરકારે 75માં સ્વાતંત્ર દિવસની ઉજવણી આઝાદી કા અમૃત મહોત્સવ રૂપે થશે, જેમાં હર ઘર તિરંગા અભિયાન ચલાવાશે, જેથી ભુજ નગરપાલિકામાં મુખ્ય અધિકારીએ બુધવારે કર્મચારીઓની બેઠક બોલાવી હતી અને ગુરુવારે સાંજે ટાઉનહોલમાં વિવિધ સંગઠનો સાથે આયોજનની ચર્ચા બાદ કાર્યક્રમની રૂપરેખા ઘડી કાઢવામાં આવશે.

એન.યુ.એલ.એમ.ના મેનેજર કિશોર શેખાએ જણાવ્યું હતું કે, હજુ કોઈ નક્કર આયોજન ઘડાયું નથી. પરંતુ, ઘર, દુકાનો, ઉદ્યોગો, સાર્વજનિક જગ્યાઓ, સરકારી અને ખાનગી કચેરીઓ ઉપર રાષ્ટ્ર ધ્વજ લહેરાવવા જનજાગૃતિના ભાગ રૂપે ટાઉનહોલમાં બેઠક બાદ અંતિમ આયોજન સ્પષ્ટ થશે.

ખાસ કરી વોર્ડ મુજબ શેરી મહોલ્લામાં તિરંગા વિતરણ કેન્દ્રો ખોલવા માટે ચર્ચા વિચારણા કરવામાં આવશે. જોકે, સવાલ એ છે કે, રકમ વસુલીને અપાશે કે નિશુલ્ક અપાશે. જો વિવિધ સંગઠનો ખર્ચ ઉપાડવા તૈયાર થઈ જશે તો નિશુલ્ક વિતરણ કરાય અેવી સંભાવના છે. જે માટે જ્ઞાતિ, મંડળો, સંસ્થાઓને પ્રેરવામાં આવશે.

પંચાયતોમાં 12થી 15 તારીખ સુધી રજા નહીં
વિકાસ કમિશનરે 3જી ઓગસ્ટે પરિપત્ર બહાર પાડ્યો છે, જેમાં જણાવાયું છે કેઘ, ભારત સરકારના આઝાદી કામ અમૃત મહોત્સવ અંતર્ગત 12મીથી 15મી તારીખ દરમિયાન સમગ્ર ભારતમાં હર ઘર તિરંગા અભિયાન ચાલશે. જેને સફળ બનાવવા માટે વિવિધ કામગીરી કરવાની થશે, જેથી એ દિવસો દરમિયાન જિલ્લા પંચાયત અને તેના તેના તાબાની તમામ કચેરીમાં ફરજ બજાવતા કર્મચારીઓ, અધિકારીઓએ રજા અને મુખ્ય મથક છોડવાની પરવાનગી આપવાની રહેશે નહીં.

અન્ય સમાચારો પણ છે...