ગામડાની મુલાકાત:મુખ્ય મંત્રીએ ભુજના આઈસોલેશન સાથે શહેરમાં લમ્પીના આંકડા તપાસવા હતા

ભુજ9 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • જિલ્લા નાયબ પશુપાલન નિયામકની કચેરીને માત્ર ગામડાની સંખ્યામાં રસ
  • જિલ્લાના ગામડા કરતા પણ બમણી સંખ્યા છે અસરગ્રસ્ત પશુઓના મોતની

ગુજરાતના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે કચ્છ જિલ્લામાં લમ્પી ચર્મરોગથી પીડિત ગાય અને ભેંસ સંવર્ગના પશુઓની પરિસ્થિતિનો તાગ મેળવવા મંગળવારે ભુજ શહેર અને સુખપર ગામડાની મુલાકાત લીધી હતી. જે બાદ સમીક્ષા બેઠક દરમિયાન જિલ્લા નાયબ પશુપાલન નિયામકની કચેરીએ તેમની સમક્ષ ગામડાના ઉપલબ્ધ આંકડા રજુ કર્યા હતા.

મુખ્યમંત્રીએ જો શહેરના આઈસોલેશનની મુલાકાત લીધી એમ શહેરના લમ્પીથી પીડિત દુધાળા ઢોરોની સંખ્યા તપાસી હોત તો કદાચ તંત્રની પોલંપોલ સામે આવી ગઈ હોત. પરંતુ, એની તસદી લેવાઈ ન હતી, જેથી મુલાકાત ઔપચારીક બની ગઈ હતી.

મુખ્યમંત્રી હવાઈમાર્ગે ભુજ એરપોર્ટથી સીધા કોડકી રોડ પાસે ભુજ નગરપાલિકા સંચાલિત અને બિનસરકારી સંસ્થાઓના સહયોગથી ચાલતા લમ્પીગ્રસ્ત ઢોરોના આઈસોલેશનની મુલાકાત લીધી હતી, જેથી સારું પ્રદર્શન કરવા કમ્પાઉન્ડર અને પશુ ડોકટરો ઉપરાંત કર્મચારીઓને ગોઠવી દેવાયા હતા. જે જોઈને મુખ્યમંત્રી પ્રભાવિત થઈ જાય એ સમજી શકાય એવી વાત છે. પરંતુ, મુખ્યમંત્રીએ શહેરમાં લમ્પી ચર્મરોગ ક્યારથી દેખાયો અને અત્યાર સુધી કેટલા ઢોર અસરગ્રસ્ત છે અને કેટલા મૃત્યુ પામ્યા છે.

એનો સત્તાવાર આંકડાનો અહેવાલ માંગ્યો હોત તો તંત્રની આંખે અંધારા આવી જાત. કેમ કે, જિલ્લા નાયબ પશુપાલન નિયામકની કચેરીએ ગામડાનો અહેવાલ જ તૈયાર કર્યો છે, જેમાં શહેરોના ઢોરોની સ્થિતિનો ચિતાર નથી. જે જિલ્લા વિકાસ અધિકારીને પત્રકાર પરિષદમાં ખુદ ઈનચાર્જ અધિકારીએ કબૂલ્યું હતું. પૂર્વઆયોજિત સ્થળે મુલાકાત ગોઠવવાથી સાચો અંદાજ ન આવે. અચાનક કોઈપણ સ્થળે ધસી જવું પડે. પછી અે ગામડું હોય કે શહેરના માર્ગો હોય. તો જ સાચી સ્થિતિ જાણી શકાય. બાકી ઔપચારિક મુલાકાત થઈ જાય.

વિશ્વ હિન્દુ સંસ્થાના કાર્યકરો વિરોધ કરવાના હતા
કોડકી રોડ પાસે ભુજ નગરપાલિકા સંચાલિત લમ્પી ચર્મરોગથી અસરગ્રસ્ત ઢોરોને રખાય છે, જેમાં શરૂઆતથી જ વિશ્વ હિન્દુ સંસ્થાના સભ્યો સેવા આપે છે. જેઓ તંત્રની નીતિ રીતિથી નારાજ છે. સૂત્રોમાંથી મળતી વિગતો મુજબ તેઅો મુખ્યમંત્રીના આગમનનો વિરોધ કરવાના હતા અને પ્રવેશ ન આપવાના મતના હતા. પરંતુ, લાંબા વાદ વિવાદ બાદ સમગ્ર સ્થિતિ ઉપર કાબૂ મેળવી લેવાયો હતો. સૂત્રોનું માનીઅે અે તો બે ત્રણ દિવસ પહેલા અંદરોઅંદર મોટાપાયે હાથાપાઈ સહિતનો ઝઘડો પણ થયો હતો.

અન્ય સમાચારો પણ છે...