CBIની ટીમે CGSTના સુપરિન્ટેન્ડન્ટ એન.એસ મહેશ્વરીને રૂ. 1 લાખની લાંચ લેતા ગાંધીધામથી ઝડપી પાડ્યા હતા. સેન્ટ્રલ બ્યુરો ઑફ ઇન્વેસ્ટિગેશની ટીમે CGST સુપરિન્ટેન્ડન્ટ એન.એસ. મહેશ્વરીને રૂ. 1 લાખની લાંચ માંગવા અને સ્વીકારવા બદલ ધરપકડ કરી છે. ફરિયાદી પાસેથી એક લાખની લાંચ લેવા બદલ CGST (ઓડિટ), ઓડિટ સર્કલ-VI, ગાંધીધામ વિરુદ્ધ ફરિયાદી પાસેથી રૂ. 2.40 લાખ (રૂ. 100/- કન્ટેનરની માંગણી)ના અનુચિત લાભની માગણીના આરોપો પર કેસ નોંધવામાં આવ્યો હતો, જે દરમિયાન તેણે અગાઉ કંડલા પોર્ટ ખાતે કસ્ટમના સુપ્રિટેન્ડેન્ટ પદે રહી ક્લિયર કરેલા કન્ટેનર માટે ફરિયાદી પાસેથી લાંચ સ્વીકારી હતી.
આરોપીએ ફરિયાદીને લાંચ ચૂકવવાનું કહ્યું
આરોપી વિરુદ્ધ વધુમાં એવો પણ આક્ષેપ કરવામાં આવ્યો હતો કે, આરોપીએ ફરિયાદીને ઉક્ત લાંચ ચૂકવવાનું કહ્યું હતું. જેથી કરીને તેને ઓડિટમાંથી બચાવી શકાય, જો તેણે અયોગ્ય લાભ ચૂકવવામાં નહીં આવે તો તે કરાવવાની ધમકી આપી હતી.
સીબીઆઈના દારોડાથી કચ્છમાં ચકચાર મચી
આ દરમિયાન CBIએ છટકું ગોઠવીને આરોપીને ફરિયાદી પાસેથી રૂ. 1 લાખની લાંચની માંગણી અને સ્વીકારતા રંગે હાથે પકડી પાડ્યો હતો. આરોપીની ઓફિસ અને રહેણાંક જગ્યા પર ગત રાત્રે જ સર્ચ કરવામાં આવ્યું હતું જેના કારણે તેના રહેણાંક જગ્યામાંથી રૂ.6.50 લાખ (અંદાજે) અને ગુનાહિત દસ્તાવેજો મળી આવ્યાં હતા. ધરપકડ કરાયેલા આરોપીને આજે ગાંધીધામ જ્યુરીડિક્શનલ કોર્ટમાં રજૂ કરવામાં આવ્યો છે. ગંભીર પ્રકારના ગુના પર કેન્દ્રીય તપાસ એજન્સી સીબીઆઈના દારોડાથી સમગ્ર કચ્છમાં ચકચાર પ્રસરી છે.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.