ચેતવણી ન માનતા રોજી છીનવાઇ:બસ પોર્ટને અડચણરૂપ કેબિનો વરસાદમાં થઇ ધરાશાયી

ભુજ3 મહિનો પહેલા
  • કૉપી લિંક
  • પાલિકાએ નોટિસો આપી પણ કેબિન ન હટાવાઇ ​​​
  • ગુરુવારે રાત્રે 1 અને શુક્રવારે એક સાથે 3 દુકાનો 25 ફૂટ ઊંડા ખાડામાં ખાબકી

બસ પોર્ટનું બાંધકામ અંતિમ ચરણમાં પહોંચી ગયું છે, જેમાં સારથી બિલ્ડિંગથી છેક નવી શાક માર્કેટ તરફ જતા સાંકડા માર્ગમાં બસ પોર્ટની હદને અડીને નડતરરૂપ દબાણવાળી કેબિનોનો ખડકલો છે. જે હટાવી લેવા પાલિકાઅે માત્ર નોટિસ અાપી સંતોષ માન્યો હતો. પરંતુ, વરસાદ ગુરુવારે રાત્રે અને શુક્રવારે બપોરે કેબિનોને ધરાશાયી કરી નાખી હતી.

દબાણ શાખા શહેરમાં વ્હાલાઅોને બક્ષીને દવલાઅોની કેબિનો હટાવવાની કામગીરી હોંશે હોંશે કરતી હોય છે. પરંતુ, બસ પોર્ટના બાંધકામને નડતર રૂપ દબાણવાળી કેબિનો હટાવવામાં લાજશરમ રાખતી હતી. અાૈપચારિકતા ખાતર માત્ર નોટિસો અાપી હતી. પરંતુ, કેબિનોને હટાવવાની કામગીરી કરી ન હતી, જેથી બસ પોર્ટનું અાગળનું બાંધકામ અટકી ગયું હતું. જોકે, ગુરુવારે ભારે વરસાદ પડ્યા બાદ જમીનમાં પોલાણ સર્જાયું હતું અને 1 કેબિન અચાનક ધરાશાયી થઈ ગઈ હતી. જે બાદ શુક્રવારે વધુ ત્રણેક કેબિનો ધરાશાયી થઈ ગઈ હતી.

વેપારીઅોઅે કહ્યું અમારા જોખમે રાખી છે
બસ પોર્ટનું બાંધકામ કરતી કન્સ્ટ્રકશન કંપનીના મેનેજર વિનોદ ચાવડાઅે જણાવ્યું હતું કે, બાંધકામ દરમિયાન કેબિનો પડી જવાની અને જાનહાનિની ભીતિ વ્યક્ત કરી વેપારીનોને ખસી જવા જણાવાયું હતું. ભુજ નગરપાલિકાની દબાણ શાખાને જાણ કરાઈ હતી. જે દરમિયાન 29 જેટલા કેબિન માલિકોઅે લેખિતમાં જણાવ્યું હતું કે, બસ પોર્ટના બાંધકામમાં અમારો સહયોગ છે. બાંધકામ દરમિયાન કેબિનોને નુકશાન થશે તો તેની જવાબદારી કેબિન માલિક વેપારીની રહેશે.

તંત્ર નહીં જાગે તો જાનહાનિનો ભય
સૂત્રોઅે જણાવ્યું હતું કે, સદભાગ્યે 1 કેબિન રાત્રે પડી હતી, જેથી કેબિનમાં કોઈ નહોતું. ત્યારબાદ બપોરે કેબિન પડી ત્યારે કેબિનમાં કોઈ નહોતું. નહીંતર જાનહાનિ સર્જાત. તંત્ર વેળાસર જાગે અને કેબિનનો ખસેડી લે. નહીંતર જાનહાનિનો ભય તોળાય છે.

અન્ય સમાચારો પણ છે...