ફરિયાદ:મોબાઇલમાં લોનની એપ્લિકેશન ડાઉલોડ કરવામાં વેપારી ફસાયો

ભુજ2 મહિનો પહેલા
  • કૉપી લિંક
પ્રતીકાત્મક તસ્વીર - Divya Bhaskar
પ્રતીકાત્મક તસ્વીર
  • ત્રણ કંપનીએ બેન્કના ખાતામાં રૂપિયા જમા કરીને પેનલ્ટી સાથે ભરી દેવા કર્યું દબાણ
  • અશ્લીલ મેસેજ, એડીટ કરેલા વેપારીના ફોટા વાયરલ કરવાની ધમકી

ભુજના લાલટેકરી વિસ્તારમાં રહેતા ટેકસટાઇલનો વેપાર કરતા વેપારીને પ્લેસ્ટોરમાંથી એકે લોન એપ્લિકેશન ડાઉનલોડ કરવાનું ભારી પડ્યું. ફાસ્ટ લોન આપતી ત્રણ કંપનીના નામે કોલ કરનારાઓએ તબકાવાર રૂપિયા 4,950 જમાં કરાવીને એજ લોનની પેનલ્ટી જમા કરાવી દેવા દબાણ કરીને નહીંતર અશ્લીલ મેસેજો અને એડીટ કરેલા ફોટા વોટ્સએપગૃપ અને સગા સબંધીઓમાં વાયરલ કરી દેવાની ધમકી આપતાં બી ડિવિઝન પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવી છે.

લાલ ટેકરી વિસ્તારમાં પટેલ કોલોનીમાં રહેતા અને ટેક્સટાઇલનો વ્યવસાય કરતા વત્સલ અનિલભાઇ વોરાની ફરિયાદને ટાંકીને પોલીસે જણાવ્યું છે. કે, ફરિયાદીએ પોતાના મોબાઇલ પર પ્લેસ્ટોરમાંથી એકે લોન એપ્લિકેશન ડાઉનલોડ કરી હતી.

અને તેમા પોતાની કેવાયસીની વિગતો ભરી હતી. અને લોગીંગ કર્યું હતું. પરંતુ લોનની લોનની એપ્લાય કર્યા વગર ફાસ્ટ, ફ્લાય અને મચ રૂપિ નામની ત્રણ કંપનીઓ મારફતે ફરિયાદીના બેન્ક એકાઉન્ટમાં ત્રણ તબકામાં 4,950 રૂપિયા જમા થઇ ગયા હતા.

બાદમાં આ કંપનીઓના નામથી અલગ અલગ કોલધારકોએ ફરિયાદીના ફોનની વિગતો, આધારકાર્ડ પાન કાર્ડની વિગતો મેળવીને ફરિયાદીના ફોન કોલ કરીને લોનની જમા રકમની પેનલ્ટીના જમા કરાવો નહીંતર અશ્લીલ મેસેજો અને ફરિયાદીના એડીટ કરેલા ફોટા વોટ્સએપગૃપ તથા ઓળખીતાઓનેવાયરલ કરી દેવાની આપી ઘમકી આપી હતી. પોલીસે બનાવની નોંધ લઇ આગળની તપાસ હાથ ધરી છે.

અન્ય સમાચારો પણ છે...