કચ્છમાં નાશખોરી ડામવાની કામગીરી અંતર્ગત બન્ને વિભાગની પોલીસ અને ખાસ ટુકડીઓ દ્વારા વિવિધ સ્થળે દરોડા પાડી મોટી માત્રામાં દારૂ પકડવામાં આવી રહ્યો છે. તેમાં અમુક સ્થળે બુટલોગરો દ્વારા દારૂના વેપાર માટે નિતનવા પ્રયાસો થતા હોવાનું પણ સામે આવ્યું છે. જેમાં પૂર્વ કચ્છ એલસીબી દ્વારા એક દિવસ પૂર્વે
અંજાર તાલુકાના વરસામેડી ગામની સીમમાંથી રૂ. 12.60 લાખના દારૂ સાથે ત્રણ ઇસમોને ઝડપી પાડવામાં આવ્યા હતા. તેમાં પકડાયેલા ઇસમોની વધુ પૂછપરછ દરમિયાન હજુ વધુ દારૂ તેમણે વરસામેડીની આંગણવાડીમાં છુપાવ્યો હોવાની કેફીયત આપી હતી. જેના આધારે તપાસ કરતા બંધ પડેલી આંગડવાડીમાંથી રૂા.1.89 લાખનાં શરાબને પોલીસે પકડી પાડ્યો હતો.
આ અંગે પોલીસમાંથી પ્રાપ્ત માહિતી અનુસાર પૂર્વ કચ્છ એલ.સી.બીની ટીમે વરસામેડી સીમમાંથી રૂપિયા 12.60 લાખના દારૂ સાથે ત્રણ શખ્સોને પકડી પાડ્યા બાદ આરોપીઓની પુછપરછ કરતાં આ પકડાયેલ દારૂનાં જથ્થા સિવાય અન્ય દારૂનો જથ્થો વરસામેડી ગામે આવેલી આંગણવાડીનાં ખંડેર મકાનમાં તેમજ વરંડામાં રાખેલો હોવાનું જણાવતાં આરોપીઓને સાથે લઈ, પોલીસે રેઈડ કરતાં રૂા.1 લાખ 89 હજારની કિંમતની અલગ-અલગ બ્રાન્ડની 540 બોટલ મળી આવી હતી. પોલીસે આગળની કાર્યવાહી માટે અંજાર પોલીસ મથકે સોંપી આપેલ છે. આ કામગીરીમાં એલસીબી ઈન્ચાર્જ પીઆઈ એમ.ડી.ચૌધરી, પીએસઆઈ વી.આર.પટેલ તથા એલસીબી સ્ટાફ જોડાયો હતો.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.