પોલીસ તપાસ શરૂ:સૈયદપર પાટિયા પાસેથી કોહવાયેલી અજ્ઞાત પુરૂષની લાશ મળી

ભુજ7 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • મોતનું કારણ જાણવા પધ્ધર પોલીસે તપાસ શરૂ કરી

થોળા સમય પહેલા ભુજમાં અજાણ્યા પૂરૂષની લાશ મળી આવ્યા બાદ હજુ સુધી ઓળખ કે, આરોપીઓના સગળ મળ્યા નથી ત્યાં તાલુકાના શૈયદપર પાટીયા પાસેથી 40 વર્ષના અજ્ઞાત શખ્સની કહોવાયેલી લાશ મળી આવી છે. પોલીસે મોતનું કારણ અને ઓળખ માટેની તજવીજ હાથ ધરી છે.

આ અંગે પધ્ધર પોલીસ મથકના પીએસઆઇ વી.બી.ઝાલાએ જણાવ્યું હતું કે, કુકમા અને રતનાલ વચ્ચેના રોડ પર શૈયદપર પાટીયા પાસેથી અજાણ્યા યુવકની લાશ મળી આવી છે. તેના શરીર પર કોઇ ઘા ના નિશાન નથી પ્રથમ દ્રશ્ટીએ કોઇ ભીક્ષુક જુવો પૂરૂષ લાગી રહ્યો છે.

હાલ અકસ્માત મોતનો બનાવ દર્જ કરીને મૃતદેહના પીએમ માટે જામનગર મોકલવાની તજવીજ હાથ ધરાઇ રહી છે. ફોરેન્સીક રિપોર્ટ આવ્યા બાદ મોત કઇ રીતે થયું છે. તે જાણી શકાશે તેમજ પોલીસ દ્વારા આસપાસના વિસ્તારોમાં અજ્ઞાત પૂરૂષની ઓળખ માટેની તપાસ જારી કરાઇ છે.

અન્ય સમાચારો પણ છે...